બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarati language compulsory in schools bill will be introduced in Vidhansabha on Feb 28

BIG NEWS / હવેથી સ્કૂલોમાં ગુજરાતી ભાષા થશે ફરજિયાત, 28 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં લવાશે બિલ

Dhruv

Last Updated: 01:51 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. 28 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં આ માટે બિલ લવાશે.

  • હવેથી સ્કૂલોમાં ગુજરાતી ભાષા થશે ફરજિયાત
  • 28 ફેબ્રુઆરીએ વિધાનસભામાં લવાશે બિલ
  • ધોરણ 1થી 8માં ગુજરાતી ભાષા બનશે ફરજિયાત

હવેથી રાજ્ય (Gujarat) ની ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગે બિલ લવાશે. 23 ફેબ્રુઆરીના રોજ આવતીકાલે વિધાનસભાનું સત્ર શરૂ થશે. જેમાં સરકાર વિવિધ બિલો રજૂ કરશે. જે અંતર્ગત 27 ફેબ્રુઆરીએ ઈમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ કરાશે તો 28મી ફેબ્રુઆરીએ ગુજરાતી ભાષા ફરજિયાત માટેનું બિલ લવાશે. ધોરણ 1થી 8માં હવેથી ગુજરાતી ભાષા ફરજિયાત બનાવવા માટેનું બિલ લાવવામાં આવશે.

વિધાનસભા સત્રના 25 દિવસમાં 27 બેઠકો યોજાશે
તમને જણાવી દઇએ કે, આ માટે 7 માર્ચે 2 બેઠક અને સવારે એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, વિધાનસભા સત્રના 25 દિવસમાં 27 બેઠકો યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.

રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, 'આપણી માતૃભાષા ગુજરાતી એ સંવેદનાની ભાષા  છે અને સમન્વયની ભાષા છે. એટલે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એવું કવિઓ કહે છે. વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પાયો મજબૂત બને એ માટેના પ્રયાસો શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. જે કઈ ખામી છે તેનું આવનારા સમયમાં અમારા શિક્ષણવિદો, બૌધિકો ગુજરાતી ભાષાના તજજ્ઞોની સાથે મળીને સમાધાન કરશે.'

આવી શાળાઓ સામે કાર્યવાહી થશેઃ શિક્ષણમંત્રી
રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી શિક્ષણ મુદ્દે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે,'રાજ્યના દરેક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત છે. જે શાળામાં ગુજરાતી વિષય ભણાવવામાં નઓથી આવતો તેની સામે કાર્યવાહી થશે'

'ગુજરાતી ન ભણાવતી શાળાઓ સામે કાર્યવાહી થશે'
તાજેતરમાં જ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુજરાતી ભાષાને લઈ જણાવ્યું હતું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સાહિત્યકારોની રજૂઆત મળી છે. જેથી ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે પગલા લેવાશે. તમને જણાવી દઈએ કે, ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી. જો કે, ત્યારબાદ હવે કાર્યવાહી સુધીનો દોર ચલાવવાની સરકારે તૈયારી બતાવી છે.

ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે થઈ હતી અરજી
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી થવા પામી હતી. જે અરજીના આધારે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. ત્યારે કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવતા હોવાની અરજદારની રજૂઆત હતી.  ત્યારે આ મામલે હાઈકોર્ટ દ્વારા ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે તે મામલે સરકારી વકીલને પૂછતા સરકારી વકીલે હાઈકોર્ટને કહ્યું હતું કે 'ગુજરાતી ન ભણાવતી શાળાઓને નોટિસ ઈશ્યું કરીશું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ