બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / Gujarati girl join American army cm rupani greet her

ગૌરવ / સલામ! આ ગુજરાતી દીકરી જોડાશે અમેરિકન આર્મીમાં ખુદ CM રૂપાણીએ આપી શુભેચ્છાઓ

Published By: Gayatri

Last Updated: 02:03 PM, 23 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દીકરીઓને તો શું દીકરાને પણ સેનામાં મોકલતા પહેલા સો વાર વિચાર કરવામાં આવે છે ત્યારે અમેરિકામાં સેનામાં જોડાવવા માટે તાલિમ લઈ રહેલી આ દીકરી ગુજરાત માટે ગૌરવ સમાન છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને વીડિયો સંદેશ દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે.

  • શું કહ્યું CM રૂપાણીએ? 
  • અમેરિકામાં ગુજરાતના ઝાલાવાડીય ક્ષત્રિયના 52 પરિવારો
  • ઝીંઝુવાડાના કનકસિંહ ઝાલા અને ફાલ્ગુનીબા ઝાલાની 20 વર્ષની દીકરી છે દેવકી

અમેરિકામાં ગુજરાતના ઝાલાવાડીય ક્ષત્રિયના 52 પરિવારો

અમેરિકામાં ગુજરાતના ઝાલાવાડીય ક્ષત્રિયના 52 પરિવારો રહે છે. દેવકી બા જન્મથી જ પોતાના પાતા પિતા સાથે લોસ એન્જલસમાં રહે છે. અને તે અમેરિકન આર્મીમાં જોડાઈને પોતાની કર્મભૂમીની રક્ષા કરવા માંગી રહી છે. 

ઝીંઝુવાડાના કનકસિંહ ઝાલા અને ફાલ્ગુનીબા ઝાલાની 20 વર્ષની દીકરી દેવકી

ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરીએ અમેરિકામાં 3 મહિનાની આકરી ટ્રેનિંગ લઈ ન્યુકેલિયર સ્પેશિયાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે. ઝીંઝુવાડાના કનકસિંહ ઝાલા અને ફાલ્ગુનીબા ઝાલાની 20 વર્ષની દીકરી દેવકીબા ઝાલાએ ગત સપ્તાહમાં અમેરિકન આર્મીની 3 મહિનાની ખૂબ જ આકરી ટ્રેનિંગ પૂર્ણ કરી એડવાન્સ ઇન્ડિવિજ્યુલ ટ્રેનિંગ માં પ્રવેશ મેળવી CBRN સ્પેશિયાલિસ્ટ બની અમેરિકન આર્મીમાં સેવા બજાવશે.
 
શું કહ્યું CM રૂપાણીએ? 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, આર્મીમાં ગુજરાતમાંથી ખૂબ ઓછા લોકો જાય છે ત્યારે ગુજરાતની એક ક્ષત્રિય દીકરીએ અમેરિકન આર્મીની આકરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગુજરાતનું જ નહીં, પણ સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે. દેવકીબાને શુભેચ્છા પાઠવું છું.
 

સંકળાયેલા મુદ્દાઓ

American army CM રૂપાણી cm rupani અમેરિકન આર્મી ગુજરાતી દીકરી NRI

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ