બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / ફિલ્મ 'ફક્ત પુરુષો માટે' જોવા જતા પહેલા એકવાર જરૂર વાંચી લેજો આ રિવ્યૂ
Last Updated: 11:09 AM, 23 August 2024
શ્રાદ્ધના દિવસો ચાલે છે અને સવારનું દ્રશ્ય છે, એક કાગડો ઉડતો-ઉડતો જઈને જૂના અમદાવાદના એક ઘરના આંગણા પાસે જાય છે, ને શરૂ થાય છે ફિલ્મ 'ફક્ત પુરુષો માટે'. આ ફિલ્મની વાર્તા શ્રાદ્ધના 16 દિવસો દરમિયાનની છે, જેમાં ત્રિવેદી પરિવારની વાર્તા જણાવવામાં આવી છે. પરલોક સિધાવી ગયેલા દાદા પુરુષોત્તમની ઇચ્છા છે કે તે પોતાના પૌત્ર બ્રિજેશના ઘરે દીકરો બનીને જન્મ લે, દીકરી બનીને નહીં. પરંતુ પ્રભુદાસ તેની ઇચ્છા પર પાણી ફેરવી નાખે છે કે જો બ્રિજેશ રાધિકા સાથે લગ્ન કરે તો પ્રભુદાસને દીકરી તરીકે જ જન્મ લેવો પડશે.
ADVERTISEMENT
હાસ્યથી ભરપૂર છે ફિલ્મ
ADVERTISEMENT
પુરુષોત્તમ બ્રિજેશ અને રાધિકાના લગ્ન તોડવા માટે કેટલીક ખાસ શક્તિઓ સાથે શ્રાદ્ધના દિવસો દરમિયાન પૃથ્વી પર ઉતરે છે. અને પછી શરૂ થાય છે દાદાના કાવાદાવા. જાદુઈ શક્તિઓની ઉપયોગ કરીને, પુરષોત્તમ પરંપરા અને આધુનિકતા વચ્ચે અથડામણ સર્જે છે અને રચાય છે ભરપૂર હાસ્ય.
ADVERTISEMENT
ફિલ્મમાં છે જૂની પરંપરા-માન્યતાઓનું આજની પેઢીની વિચારસરણી સાથે યુદ્ધ. ફિલ્મમાં જબરદસ્ત કોમેડી છે, ફિલ્મના ફર્સ્ટ હાફ કરતા સેકન્ડ હાફ જોવાની વધારે મજા આવે છે. ફિલ્મમાં વચ્ચે વચ્ચે એવી કોમેડી આવે છે કે હસી-હસીને બેવડ વળી જવાય છે, તો ફિલ્મના અંત સુધીમાં પહોંચતા-પહોંચતા થોડા ઇમોશનલ પણ થઈ જવાશે. ફિલ્મ પિતૃસત્તાને તોડીને જેન્ડર ઇક્વાલિટીનું સમર્થન કરે છે.
ADVERTISEMENT
સરપ્રાઈઝ એલિમેન્ટ છે મલ્હાર ઠાકર
ફિલ્મના ડાયલોગ્સ એવા છે કે ફિલ્મ જોવાની મજા આવી જશે. કુલા વગરનો લોટો, બાટલીમાં ઉતારવો પડશે, ઈજ્જત કાઢે એ પહેલા દીકરો કાઢ, જેવા ઘણા શબ્દો અને ડાયલોગ્સ સંભાળીને ઓડીયન્સનું હાસ્ય છૂટી જશે. ફિલ્મના ગીતો પણ એવા છે કે ફિલ્મ પત્યા પછી થીયેટરમાંથી બહાર નીકળ્યા પછી પણ કાનમાં ગૂંજ્યા કરે છે. ફિલ્મનું સરપ્રાઈઝ એલિમેન્ટ છે મલ્હાર ઠાકર. હા, ફિલ્મમાં મલ્હાર ઠાકર નથી, પણ તેની કોમેન્ટ્રી છે, જે સંભાળવાની મજા આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: KBC 16: 1 કરોડનો એ સવાલ, જ્યાં અટકી પડી બ્રેઇન ટ્યૂમર પીડિત, શું તમે આપી શકશો જવાબ?
એકવાર જોવી પડે એવી ફિલ્મ
ADVERTISEMENT
ફિલ્મમાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચન છે, તો દર્શન જરીવાલા, યશ સોની, એશા કંસારા, મિત્ર ગઢવી, આરતી પટેલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ કોમેડીથી ભરપૂર છે. અભિનેતા યશ સોનીએ બ્રિજેશના પાત્રને ન્યાય કર્યો છે, તો દર્શન જરીવાલાનો અદભૂત અભિનય અને કોમેડી તમને છેલ્લે સુધી જકડી રાખશે. મિત્ર ગઢવીનો કોમેડી ટાઇમિંગ પણ જબરદસ્ત છે. આ ફિલ્મ એકવાર તો જોવી જ જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.