બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarati actor Naresh Kanodia Health fake Message viral social media

અફવા / Fact Check: સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નરેશ કનોડિયાના મોતનો મેસેજ ખોટો, હાલ સારવાર ચાલી રહી છે

Hiren

Last Updated: 07:43 PM, 23 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યાર બાદ તેમની અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. તેવામાં નરેશ કનોડિયાના અવસાનનો સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો. જોકે આ માત્ર એક અફવા છે. નરેશ કનોડિયાની તબિયત હાલ સ્થિર છે.

  • નરેશ કનોડિયાના મોતને લઇને સોશિયલ મીડિયામાં ફેલાઇ અફવા
  • સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી છેઃ નરેશ કનોડિયાના PA
  • હોસ્પિટલે કહ્યું- નરેશ કનોડિયાની સારવાર ચાલી રહી છે

કોરોના પોઝિટિવ ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયાની તબિયત લથડી છે. નરેશ કનોડિયા હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા વેન્ટિલેટર પર રખાયા છે. નરેશ કનોડિયાની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેવામાં કોઇ ટીખળખોરો દ્વારા તેમના મોતની અફવા ફેલાવવામાં આવી છે. ત્યારે VTV News દ્વારા આ અંગે ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં ચાલતી આ વાત સદંતર ખોટી હોવાનું સામે આવ્યું છે. નરેશ કનોડિયાની તબિયત સ્થિર છે અને સોશિયલ મીડિયામાં ફરતી વાત ખોટી છે. આ ટીખળખોર લોકો સોશિયલ મીડિયાને પોતાનું માધ્યમ બનાવી લોકોને ખોટો સંદેશ આપી રહ્યા છે અને ખોટી અફવાહો ફેલાવી રહ્યા છે. 

અભિનેતા હીતુ કનોડિયાનું નિવેદન- મારા પપ્પાની તબિયત સ્થિર છે

ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાની તબિયતની અફવાનો મામલે હીતુ કનોડિયાએ કહ્યું કે, મારા પપ્પાની તબિયત સ્થિર છે, કોઈ અફવાઓમાં માનતા નહીં.

સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી છેઃ નરેશ કનોડિયાના PA

નરેશ કનોડિયાના સ્વાસ્થ્ય અંગે તેમના ભત્રીજા અને PA ગૌતમ કનોડિયાએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં કોઇ ટિખળખોરો દ્વારા મોતની અફવા ફેલાવવામાં આવી છે. હાલ નરેશ કનોડિયાની તબિયત સુધારા પર છે. અમે આ અંગે પોલીસમાં પણ જાણ કરી છે. અફવા ફેલાવનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામા માટે અપીલ કરી છે.

સિવિલ હોસ્પિટલે પણ મોતની વાતને અફવા ગણાવી

યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયામાં નરેશ કનોડિયાના સ્વાસ્થ્યની અફવા ફેલાઇ છે, જોકે નરેશ કનોડિયાની તબિયત સ્થિર છે અને સારવાર ચાલી રહી છે.

અમદાવાદની યૂ.એન. મહેતા હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

નરેશ કનોડિયાનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તેઓ અમદાવાદની યૂ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયેલા નજરે પડે છે. તેમને ઑક્સિજનનું માસ્ક લગાવેલું છે.

બીજી તરફ ચાહક વર્ગ દ્વારા સ્વાસ્થ્યને લઇને કરાઇ રહી છે પ્રાર્થના

મહત્વનું છે કે, નરેશ કનોડિયાના દીકરા હિતુ કનોડિયાએ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી છે. જ્યારે તેમના ચાહક વર્ગ દ્વારા પણ તેમના સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના કરવામાં આવી રહી છે. નરેશ કનોડિયા જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

#PrayforNareshkanodia

Posted by Hitu Kanodia on Thursday, 22 October 2020

ભાગ કોરોના ભાગ નામથી નરેશ કનોડિયાએ બનાવ્યું હતું ગીત

વિશ્વભરમાં કોરોના વાયરસે સકંજો કસ્યો છે. ત્યારે દેશમાં જનતા કર્ફ્યૂ લગાવાયું હતું તે સમયે ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયાએ એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ ઢોલ સાથે ભાગ કોરોના ભાગ નામથી ગીત ગયું હતું. ઢોલા-મારૂ ફિલ્મના ગીત પર નરેશ કનોડિયાએ આ ગીત બનાવ્યું હતું.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Naresh Kanodia કોરોના વાયરસ નરેશ કનોડિયા Fact Check
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ