બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં યુવકનું મોત, દોડતી વખતે કચ્છના રવિરાજ જાડેજાએ દમ તોડ્યો

દુખદ / ભરૂચમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં યુવકનું મોત, દોડતી વખતે કચ્છના રવિરાજ જાડેજાએ દમ તોડ્યો

Priykant Shrimali

Last Updated: 12:59 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharuch Police Physical Exam : ભરૂચમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા દરમિયાન યુવકનું દુઃખદ અવસાન, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

Bharuch Police Physical Exam : હાલ રાજ્યમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા ચાલી રહી છે. આ તરફ હવે ભરૂચથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભરૂચમાં ચાલી રહેલી પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા દરમિયાન દોડની કસોટી આપતી વખતે કચ્છ જિલ્લાના એક યુવકનું અચાનક મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ કચ્છનો રહેવાસી રવિરાજ જાડેજા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં ભાગ લઈ રહ્યો હતો. દોડ શરૂ થયા બાદ થોડા સમય પછી અચાનક તેની તબિયત લથડી હતી. પરીક્ષા સ્થળ પર હાજર સ્ટાફ દ્વારા તરત જ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : સુરતમાં ટેક્સટાઈલ મેનેજરનું હીન કૃત્ય, અપહરણ કરીને લક્ઝુરિયસ કારમાં બે બાળકોને નિવસ્ત્ર કર્યાં

સારવાર દરમિયાન યુવકનું મોત

આ તરફ હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા રવિરાજને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. યુવાનના અચાનક અવસાનથી પોલીસ ભરતી પ્રક્રિયામાં જોડાયેલા અન્ય ઉમેદવારો પણ સ્તબ્ધ બની ગયા હતા. રવિરાજ જાડેજાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch Police Recruitment Youth Died During Run, Physical Test Death
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ