બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં ટેક્સટાઈલ મેનેજરનું હીન કૃત્ય, અપહરણ કરીને લક્ઝુરિયસ કારમાં બે બાળકોને નિવસ્ત્ર કર્યાં

ક્રાઇમ / સુરતમાં ટેક્સટાઈલ મેનેજરનું હીન કૃત્ય, અપહરણ કરીને લક્ઝુરિયસ કારમાં બે બાળકોને નિવસ્ત્ર કર્યાં

Priykant Shrimali

Last Updated: 12:07 PM, 22 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Crime News : સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના, ટેક્સટાઇલ મેનેજર ઝડપાયો, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

Surat Crime News : સુરતથી સભ્ય સમાજને ચોંકાવે તેવી શરમજનક ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક ટેક્સટાઇલ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો વ્યક્તિ બાળકો સાથે અયોગ્ય વર્તન કરવા બદલ પોલીસના હાથે ઝડપાયો છે. આ ઘટનાએ ફરી એક વખત બાળકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ આરોપી હર્ષ શેઠ નામનો વ્યક્તિ કેવલ સર્કલ વિસ્તારમાં રહેતા બે શ્રમજીવી પરિવારોના 11 અને 13 વર્ષના બાળકોને ઓળખતો હતો. વિશ્વાસનો લાભ લઈ તેણે ઘરમાં સાફસફાઈ કરાવવાના બહાને બંને બાળકોને પોતાની લક્ઝુરિયસ કારમાં બેસાડી લીધા હતા. બાળકોને ચોકલેટ અને જમવાની લાલચ આપી અલગ-અલગ વિસ્તારોમાં ફેરવ્યા બાદ આરોપીએ તેમના પર અયોગ્ય હરકતો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી બાળકો ડરી ગયા અને બાદમાં સમગ્ર મામલો પરિવારજનો સુધી પહોંચ્યો.

આ પણ વાંચો : અમદાવાદમાં 70 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી થતાં જમીનદોસ્ત કરાઈ, AMCએ હાથ ધરી કાર્યવાહી

આ તરફ મામલાની ગંભીરતા સમજી ઉમરા પોલીસે તરત કાર્યવાહી કરી અને આરોપી હર્ષ શેઠની ધરપકડ કરી. પોલીસે તેની લક્ઝુરિયસ કાર પણ કબ્જે કરી છે. હાલ આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી સમગ્ર ઘટનાની સચોટ વિગતો સામે આવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Crime News Textile Manager Umra Police Action
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ