બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / Gujarat will study? Students of class 2-3 have difficulty in basic reading

શિક્ષકોને ઠપકો / ભણશે ગુજરાત? ધોરણ 2-3ના વિદ્યાર્થીઓને પાયાનું વાંચવામાં તકલીફ, હવે ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ખોલી શિક્ષણતંત્રની પોલ!

Vishal Khamar

Last Updated: 12:00 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલમાં શાળા પ્રવેશોત્સવ વખતે સ્કૂલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પ્રાથમિક શાળાનાં બાળકોને વાંચવાનું કહેતા બાળકોને વાંચવામાં તકલીફ પડતી હતી. જે બાબતે વિધાનસભાનાં ઉપાધ્યક્ષે શિક્ષકને ટકોર પણ કરી હતી.

  • પંચમહાલમાં શાળા પ્રવેશોત્સવ વખતનો એક વીડિયો થયો વાયરલ
  • ધોરણ  2 અને 3ના વિદ્યાર્થીઓને વાંચવામાં પડી તકલીફ
  • વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે  શિક્ષકોને ઠપકો પણ આપ્યો હતો
  • બાળકોને સારૂ શિક્ષણ આપવા શિક્ષકોને કરી હતી ટકોર 

પંચમહાલમાં શાળા પ્રવેશોત્સવ વખતે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ધો. 2 અને 3 નાં વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફ પડી હતી. ત્યારે વિધાનસભાનાં ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે કવાલી ગામની પ્રાથમિક શાળાનાં બાળકોનું નીરીક્ષણ કર્યું હતું. જેમાં વિધાનસભા ઉપાધ્યક્ષ દ્વારા બાળકોને બ્લેક બોર્ડ પર લખેલું હતું જે વાંચવાનું કહ્યું હતું. જે વાંચવામાં બાળકોને તકલીફ પડી હતી. ત્યારે બાળકોનાં અભ્યાસને લઈને  જેઠા ભરવાડે શિક્ષકોને ઠપકો પણ આપ્યો હતો. તેમજ બાળકોને સારૂ શિક્ષણ આપવા શિક્ષકોને ટકોર પણ કરી હતી. સ્કૂલમાં મુલાકાત સમયનાં જેઠા ભરવાડનો આ વીડિયો સામે આવ્યો છે. 
વાસ્તવિક ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામેનો સૌથી મોટો આ અહેવાલ કહી શકાયઃ મનીષ દોશી
IAS  ર્ડા. ધવલ પટેલનો શિક્ષણને લઈને વાયરલ થયેલ પત્ર બાદ તેનાં પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શિક્ષણની નીતી પર જણાવ્યું હતું કે,  રાજ્યનાં ભુસ્તર વિજ્ઞાન શાખાનાં સચિવ કક્ષાનાં અધિકારી અમદાવાદનાં પૂર્વ કલેક્ટર ધવલભાઈ પટેલે શાળાઓનું મૂલ્યાંકન કરી  જે રિપોર્ટ આપ્યો. જેમાં છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારનાં ગરીબ બાળકો અને એ ગરીબ બાળકોને છ શાળાઓમાંથી 5 સ્કૂલોની અતિ દયનીય પરિસ્થિતિ, શિક્ષણ નિમ્ન કક્ષાનું અને બાળકોનાં મૂલ્યાંકનમાં જ બાળકોને પાયાનાં પાઠ ભણાવવામાં નથી આવતા. ત્યારે પરિસ્થિતિ જોયા પછી અહેવાલ ચોંકાવનારો છે. અને વાસ્તવિક ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામેનો સૌથી મોટો આ અહેવાલ કહી શકાય. 

અધિકારીએ વરવી વાસ્તવિકતા કહી: શક્તિસિંહ ગોહીલ
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે IAS ધવલ પટેલના પત્ર મામલે જણાવ્યું કે, અધિકારીએ પત્ર લખી હકીકત ઉજાગર કરી છે તેમજ તમામ ગુજરાતીઓને વિચારવા જેવી વાત છે અને અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમણે વરવી વાસ્તવિકતા કહી છે. શક્તિસિંહ ઉમેર્યું હતું કે,વિદ્યાર્થીઓને સરવાળા બાદબાકી ન આવડતુ હોવાનુ જોયુ છે અને વિદ્યાર્થીઓને સામાન્ય સવાલ પૂછતા પણ જવાબ ન આવડ્યા. આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે કોઇ વિકલ્પ નથી અને હું આશા રાખુ છુ કે અધિકારીના શબ્દોને સરકાર ગંભીરતાથી લેશે.

શક્તિસિંહ ગોહિલ (પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ)

સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવા સરકાર કરી રહી છે પ્રયત્નઃ ઋષિકેશ પટેલ 
ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત એક એવો ભોગોલિક પ્રદેશ છે, જ્યાં દરિયા કિનારો,  જંગલો, પહાડો અને પ્લેન ટેબલ એરિયા પણ છે. આવા તમામ વિસ્તારોમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવા સરકાર ખંતથી પ્રયત્ન કરી રહી છે.

ઋષિકેશ પટેલ

IAS ધવલ પટેલે ગુજરાતની કથળતી શિક્ષણનીત પર દુઃખ વ્યક્ત કર્યું હતું
ગુજરાતની કથળતી શિક્ષણનીતિ પર IAS ધવલ પટેલે લખ્યો પત્ર છે.  જેમાં તેઓએ દુઃખ વ્યક્ત કરી શાળાઓની સ્થિતિ અંગે પ્રાથમીક શિક્ષણ સચીવને લખ્યો પત્ર છે.   શાળા પ્રવેશોત્સવમાં ધવલ પટેલે જે શાળાઓની મુલાકાત લીધી સ્થિતી વર્ણવી છે.  મુલાકાત લીધેલી શાળાઓની હાલત દયનિય હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે.   છોટાઉદયપુરના 6 ગામની શાળાઓનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો.  ધવલ પટેલે શાળાઓનું શિક્ષણ અત્યંત નિમ્ન કોટીનું ગણાવ્યું છે.  ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ ન આવડતું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.  વધુમાં ધવલ પટેલે જણાવ્યું હતું કે  આદિવાસી બાળકોને આપણે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ.  આદીવાસી બાળકો પાસે બીજો કોઇ વિકલ્પ નથી. બાળકો અને વાલીઓ આપણી પર આંધળો વિશ્વાસ મુકે છે. એમની સાથે છળ કરવું એ નૈતિક અધઃપતનની પરાકાષ્ઠા છે. શિક્ષણ સચિવને લખેલા પત્રમાં ગુજરાતના શિક્ષણની પોલ છતી થઈ છે.  

IAS અધિકારીનો વાયરલ થયેલ પત્ર

 

સંકળાયેલા મુદ્દાઓ

Decaying Education Panchmahal Video viral jethabhai ahir bharwad પંચમહાલ વીડિયો વાયરલ શાળા પ્રવેશોત્સવ Panchmahal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ