બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GUJARAT UNIVERSITY UG SEM ONE ONLINE EXAM TO START FROM 4 JUNE
Last Updated: 10:11 AM, 29 May 2021
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે, જેમ જેમ કેસ ઓછા થઈ રહ્યા છે તેમ જનજીવન ફરીથી સામાન્ય થઈ રહ્યું છે ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળમાં અટકી પડેલી પરીક્ષાઓ લેવા માટે શિક્ષણ તંત્રએ કમર કસી છે. જેમાં યુનિવર્સિટી તથા GPSC દ્વારા હવે એક્ઝામ લેવામાં આવશે.
ADVERTISEMENT
સેમેસ્ટર 1ની ઓનલાઇન પરીક્ષા 4 જૂનથી શરૂ થશે
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં ધોરણ 10થી માંડીને કોલેજમાં પણ માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, જોકે ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા સેમેસ્ટર તથા પહેલા સેમેસ્ટરની પરીક્ષા લેવાની છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કરી રહેલા પહેલા સેમેસ્ટરના 62 હજાર તથા છઠ્ઠા સેમેસ્ટરના 42 હજાર વિધ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જોકે જે વિદ્યાર્થીઓએ એક વાર ઓનલાઈન પરીક્ષા આપી છે તે કડવા અનુભવના કારણે હવે ઓનલાઈન પરીક્ષા આપવા તૈયાર નથી.
ઓનલાઇન પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં નિરુત્સાહ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચોથી જૂનથી આ પરીક્ષાઓ શરૂ કરી દેવામાં આવશે જેમાં પહેલા સેમેસ્ટર બાદ ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવશે. ગયા સેમેસ્ટરમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા આપી હતી જેમાં અનેક સમસ્યાઓના કારણે વિદ્યાર્થીઓ હવે ઓફલાઇન પરીક્ષા આપવાના મૂડમાં છે. સેમ-1ના 62 હજાર પરીક્ષાર્થીઓમાંથી 38,615 જ્યારે સેમ-6 UGના 42 હજારમાંથી માત્ર 8 હજાર જ વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT