બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat transport secretary Sunaina Tomar press conference about 5100 crores fine target
ADVERTISEMENT
વાહન વ્યવહાર વિભાગના સચિવ સુનૈના તોમરે આજ સવારથી દંડની રકમ વસૂલવાના ટાર્ગેટ અંગે ચાલી રહેલ ચર્ચામાં ખુલાસો કરતી પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી હતી.
RTO પરિપત્ર મુદ્દે સરકારની સ્ષ્ટતા
5100 કરોડની રકમ ટેક્સને લઇને છે સુનૈના તોમર જણાવ્યું હતુ કે, વાહન ચાલકો દંડ અને લક્ષ્યાંક મુ્દાને કોઇ લેવા દેવા નથી. સરકાર જનતા પાસેથી પેનલ્ટી વસૂલવામાં રસ નથી. સરકાર પાસે જતી દંડની રકમ કે વાહનવ્યવહાર વિભાગના આ ટાર્ગેટમાં ચેકપોસ્ટ, બસ ટેક્સ બધી આવતનો સમાવેશ થઈ જાય છે. દર વર્ષે વાહનવ્યવહાર વિભાગને આ અંગે એક ટાર્ગેટ આપવામાં આવે છે.
ADVERTISEMENT
ગયા વર્ષે 4500 કરોડનો લક્ષ્યાંક હતો
પરિપત્ર મુદ્દે ખોટો મેસેજ વાયરલ થયો છે. આ આવકમાં ચેકપોસ્ટ, બસ ટેક્સ બધાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 4500 કરોડનો લક્ષ્યાંક હતો. દર વર્ષે દરેક વિભાગને લક્ષાંયક આપવામા આવતા હોય છે.
ADVERTISEMENT
RTO ઓફિસ પર લાઇન મુદ્દે શું કહ્યું તોમરે?
પ્રજાને પરેશાની ન પડે તે માટે વધુમાં વધુ વ્યવસ્થા કરવામા આવશે. RTOમાં વારંવાર સર્વર ડાઉનની સમસ્યા સામે આવતી હોય છે. સર્વર ડાઉન મામલે સુચના આપી દેવાઇ છે. વહેલામાં વહેલી તકે RTO ઓફિસની લાઈન ઓછી કરવામાં આવશે. હેલમેટ અને PUCનો કાયદો આવતી 15મી ઓક્ટોબરથી લાગુ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.