બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / દરજીએ ટાઈમસર લગ્નનું બ્લાઉઝ સીલી ન આપતાં અમદાવાદી યુવતીએ કર્યું ચોંકાવનારુ, જાણીને થઈ જશો શોક્ડ

ન્યાયિક / દરજીએ ટાઈમસર લગ્નનું બ્લાઉઝ સીલી ન આપતાં અમદાવાદી યુવતીએ કર્યું ચોંકાવનારુ, જાણીને થઈ જશો શોક્ડ

Published By: Hiralal Parmar

Last Updated: 02:23 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લાઉઝને કારણે લગ્ન ખરાબ થઈ જતાં અમદાવાદની યુવતીએ એક એવું કામ કરી નાખ્યું કે કોઈને કલ્પના પણ નહીં આવે અને આખરે તેણે વળતર પણ મેળવી લીધું.

દરજીને કારણે બ્લાઉઝ ખરાબ થઈ જાય તો મહિલાઓ બીજે ઠેકાણે બ્લાઉઝ સીવડાવતી હોય છે પરંતુ અમદાવાદની એક યુવતીએ તો બ્લાઉઝના મામલે કોર્ટે ચઢી ગઈ અને કાનૂની રીતે તેનું વળતર પણ મેળવી લીધું. અમદાવાદમાં રહેતી પૂનમ પારિયા નામની યુવતીના લગ્ન હતા આ માટે તેણે નવરંગપુરાના એક દરજીને લગ્નનું બ્લાઉઝ સીવડાવવા આપ્યું હતું અને 4,395ની સિલાઈ પણ ચૂકવી દીધી હતી. જોકે તેના લગ્નની તારીખ આવી ગઈ છતાં પણ તેને બ્લાઉઝ ન મળ્યું આથી પુનમ ટેન્શનમાં આવી અને આને કારણે તેનો લગ્નનો મૂડ માર્યો ગયો.

શું કર્યું પૂનમે

ફરિયાદી પૂનમબેને આરોપ લગાવ્યો હતો કે તેમના લગ્ન હોવા છતાં, ડિઝાઇનર દુકાનના માલિક હરેશ ભાઈએ નિર્ધારિત સમયમાં બ્લાઉઝ પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે તેમનો ખાસ પ્રસંગ બગડ્યો. બ્લાઉઝની સમયસર ડિલિવરી ન થવાને કારણે તેમને ભારે માનસિક તકલીફનો સામનો કરવો પડ્યો.

ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ

આ પછી ચિંતાતુર પૂનમે અમદાવાદ સ્થિત ગ્રાહક તકરાર નિવારણ પંચની વધારાની જિલ્લા અદાલતમાં વળતર માટે ફરિયાદ દાખલ કરી. તેણે પુરાવા તરીકે એડવાન્સ પેમેન્ટ રસીદ, કંકોત્રી આપી હતી.

કોર્ટે શું આપ્યો આદેશ

સમગ્ર મામલાની વિચારણા કર્યા પછી, અમદાવાદના ગ્રાહક કોર્ટે દરજી હરેશભાઈને કડક આદેશ જારી કર્યો. કોર્ટે તેમને ફરિયાદીને નીચેની રકમ ચૂકવવાનો નિર્દેશ આપ્યો:

મુખ્ય રકમ (બ્લાઉઝ સ્ટીચિંગ ચાર્જ): રૂ. 4395 7 ટકા વ્યાજ સાથે

માનસિક ત્રાસ માટે વળતર: રૂ. 5,000/-.

કાનૂની ખર્ચ: રૂ. 2000/-

વધુ વાંચો : VIDEO : ગર્લ્સ PG હોસ્ટેલની ગટરની સફાઈમાં નીકળ્યાં હજારો વપરાયેલા કોન્ડોમ, મચી ચકચાર, વીડિયો વાયરલ

વળતરની વિગતો કોર્ટ જમા કરાવવાનો આદેશ

કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે ઓર્ડરની તારીખથી 45 દિવસની અંદર સમગ્ર ચુકવણી એકાઉન્ટ પેયી ચેક દ્વારા કરવામાં આવે અને ચુકવણીની વિગતો કોર્ટમાં રજૂ કરવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ