ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / હવે પાટીદાર સમાજનું બંધારણ ઘડાશે, આગેવાન મથુર સવાણીએ કહ્યું ''અમે રીત-રિવાજ કંટ્રોલમાં...''

સુરત / હવે પાટીદાર સમાજનું બંધારણ ઘડાશે, આગેવાન મથુર સવાણીએ કહ્યું ''અમે રીત-રિવાજ કંટ્રોલમાં...''

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:56 PM, 30 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: ઠાકોર, રબારી સમાજ પછી હવે પાટીદાર સમાજનુ બંધારણ બનશે. ખોટા ખર્ચાઓ બંધ, રીત રિવાજ કંટ્રોલ કરવા પાટીદાર સમાજનું બંધારણ બનશે.

ADVERTISEMENT

Surat News: ઠાકોર, રબારી સમાજ પછી હવે પાટીદાર સમાજનુ બંધારણ બનશે. ખોટા ખર્ચાઓ બંધ, રીત રિવાજ કંટ્રોલ કરવા પાટીદાર સમાજનું બંધારણ બનશે. પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજના લોકોનું સમર્થન માંગ્યું હતું. સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી સમર્થન માંગ્યું હતું.

patodar samaj

બંધારણ બનાવવું જોઈએ તે અભિયાનને બહોળો પ્રતિસાદ મલ્યો છે. મથુર સવાણીએ લોકોના મળેલા પ્રતિસાદનો આભાર વ્યક્ત કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લાખો લોકોએ બંધારણ બાબતે અભિપ્રાયો આપ્યો છે. લોકોના અભિપ્રાયથી હવે પાટીદાર સમાજનું પણ બંધારણ બનશે.

patodar samaj01

પાટીદાર સમાજના હાલના સમયમાં નવા બંધારણની જરૂરીયાત લાગી રહી છે. બંધારણ બનાવવા બાબતે જન જાગૃતિ અભિયાનને જનજન સુધી પહોચાડવાની તૈયારી શરૂ કરી છે. જેને લઇ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ કરી રાજ્યના દરેક વિસ્તારમાં દરેક પાટીદાર સંગઠનો બંધારણ બાબતે કાર્યરત થાય અને સૌ સાથે મળી કુરિવાજોને દેશવટો આપીશું. બંધારણ બનાવી પાટીદાર સમાજમાં એક નવી ક્રાંતિ લાવીશુ તેવી અપિલ કરવામાં આવી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ જસદણ કાર પુલ પરથી ખાબકતાં આગ લાગતા એક પરિવારના ત્રણ સભ્યોના મોત

નાઇ સમાજે બનાવ્યું બંધારણ

વાવ થરાદ ધરણીધર તાલુકાના ઢીમા ગામે ધરણીધર ભગવાનના સાનિધ્યમાં વાવ થરાદ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના નાઈ સમાજના બંધારણને લઈને નાઈ સમાજના પ્રમુખ આંબાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને સભા યોજવામાં આવી હતી. જેમાં બીજી સમાજો બાદ હવે નાઈ સમાજ પણ પોતાનું અલગ બંધારણ ઘડવા એકત્ર થયો હતો. ધરણીધર તાલુકાના ઢીમા ખાતે નાઈ સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું . જેમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાંથી અંદાજે હજારોથી વધુ લોકો જોડાયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mathur Savani PATIDAR BANDHARAN Surat News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ