બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજુલાથી લઈ છેક સાવરકુંડલા સુધી અનુભવાયો ભૂકંપનો આચંકો, કેન્દ્રબિંદુ મહુવા પાસે
Last Updated: 08:35 AM, 10 April 2026
Amreli Earthquake : ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ કોસ્ટલ વિસ્તારમાં મધરાતે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રાત્રે આશરે 2:24 વાગ્યે થયેલા આ ઝટકાથી લોકો ઊંઘમાંથી જાગી બહાર નીકળી આવ્યા હતા.
ADVERTISEMENT
વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ હતી, જે મધ્યમ સ્તરની ગણાય છે, છતાં તેની અસર અનેક વિસ્તારોમાં અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાનજીક નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.આ આંચકાનો પ્રભાવ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ સહિત કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં જોવા મળ્યો હતો. ઉપરાંત ખાંભા અને સાવરકુંડલા સુધી પણ ઝટકાનો અહેસાસ થયો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પરથી 37 કરોડનું સોનું જપ્ત,DRIએ 24 મહિલાઓની કરી ધરપકડ
ખાસ કરીને રાજુલા શહેરમાં કેટલાક મકાનોમાં નાની તિરાડો પડ્યાના અહેવાલો મળ્યા છે. કેટલીક જગ્યાએ ભૂકંપના ક્ષણોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જમીન હલતી દેખાય છે અને લોકો ગભરાઈને બહાર નીકળતા જોવા મળે છે. હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી, જે રાહતની વાત છે. છતાં, સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.