બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / gujarat Politics Full possibility of change in Gujarat BJP organization

રાજકારણ / લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ, જૂના-નવા જોગીઓના કોમ્બિનેશન તખ્તો તૈયાર, આ ખાલી પદો ભરાશે

Dinesh

Last Updated: 04:28 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news : ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફાર થાય તેવા એંધાણ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બાદ ભાજપ સંગઠનમાં ધડમૂળથી માળખું બદલાવવાની શક્યતા

  • લોકસભા ચૂંટણી પૂર્વે નવાજૂનીના એંધાણ
  • ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે
  • ધડમૂળથી માળખુ બદલાવવાની શક્યતા


ભારતીય જનતા પાર્ટીએ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈ હવે એવી ચર્ચા થઈ રહી છે કે, ભાજપ ટૂંક સમયમાં સંગઠનાત્મક ફેરફાર કરી શકે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ભાજપ સંગઠનમાં ફેરફાર થાય તેવા એંધાણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બાદ નવાજૂની સર્જાય તેવા એંધાણ સર્જાયા છે. રાજકીય સૂત્રો પાપ્ત માહિતી મુજબ ગુજરાત ભાજપ સંગઠનમાં ધડમૂળથી માળખું બદલાવવાની પણ પૂરે પૂરી શક્યતા છે. 

નવા ચેહરાઓને સ્થાન મળે તેવી શક્યતાઓ
સંગઠનમાં પડેલા ખાલી પદોમાં નવા ચેહરાઓને સ્થાન મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જેમાં મોરચાના પદાધિકારીઓમાં પણ નવા ચહેરાને સ્થાન મળે તેવી પણ વાત છે. જૂના જોગીઓને અને નવા જોગીઓ સાથે સમાવેશ કરીને સ્થાન અપાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ પ્રદેશ ભાજપના સંગઠનમાં બે મહામંત્રીના રાજીનામા બાદ પદો ખાલી પડેલા છે. જે પદો પર નવી નિમણૂકો કરવામાં આવે  તેવી પણ ચર્ચા છે. તેમજ પ્રદેશ સંગઠનમાં ઉપમુખ અને સંગઠન મંત્રીના રાજીનામા બાદ પણ પદો ખાલી પડેલા છે.

'પ્રદેશ પ્રમુખનો ચૂંટણીને લઈ નિવેદન સામે આવ્યું હતુ'
અત્રે જણાવી કે, થોડા દિવસ અગાઉ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ એક નિવેદન સામે આવ્યુ હતું. તેઓએ મોરબી જિલ્લાના નાનીવાવડી ગામે ઝુલતા પુલ દુર્ઘટના મોતને ભેટેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલ મોરારીબાપુની રામકથામાં હાજરી આપી હતી. આ દરમિયાન પાટીલે 2024ની લોકસભા ચૂંટણીને લઇ  કહ્યું કે 2024માં ગુજરાતની તમામ 26 બેઠક ભાજપ જીતશે. તેમણે 5 લાખથી વધુની લીડ સાથે તમામ બેઠકો જીતીશું તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં 26 બેઠકો પર યુવાનો અને મહિલાઓને તક અપાઇ તેવા પણ સંકેત આપ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ