ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM-ડે. સીએમ દિલ્હીના પ્રવાસે, યોજાશે મહત્વની બેઠક, કરાશે સમીક્ષા
Last Updated: 12:31 PM, 10 March 2026
ADVERTISEMENT
Gujarat Politics : ગુજરાતની રાજનીતિને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દિલ્હીમાં એક મોટી બેઠક મળી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સવારે દિલ્હીના પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન રાજ્યના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બેઠકો યોજાવાની શક્યતા છે.
ADVERTISEMENT
વિકાસ પ્રોજેક્ટ પર થશે ચર્ચા
માહિતી મુજબ દિલ્હીમાં ગુજરાત સાથે જોડાયેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં ચાલી રહેલા તેમજ આગામી પ્રોજેક્ટ્સને લઈને કેન્દ્ર સરકાર સાથે સંકલન વધારવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : ખાદ્યતેલ ફરી મોંઘું થયું, કપાસિયા તેલનો ભાવ તો 2400 સુધી ઉછળ્યો
ADVERTISEMENT
રાજ્ય સરકારની કામગીરીની સમીક્ષા
આ પ્રવાસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને કામગીરી અંગે પણ ચર્ચા થઈ શકે છે. બેઠકમાં વિવિધ વિભાગોની કામગીરી અને આગામી આયોજન અંગે સમીક્ષા થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી અને DyCM દિલ્હીમાં કેન્દ્રીય નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિકાસ માટે જરૂરી સહકાર અને યોજનાઓ અંગે ચર્ચા થવાની સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ