બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Gujarat police started a month long traffic drive for traffic rule breaker

કાર્યવાહી / નિયમમાં રહેજો.! ગુજરાતભરમાં પોલીસની રોડ સેફ્ટીને લઈ મેગા ડ્રાઈવ, કુલ 2739 કેસ નોંધાયા, ઓવર સ્પીડ અવ્વલ

Vaidehi

Last Updated: 05:07 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી એક મહિના માટે રાજ્યભરમાં પોલીસ દ્વારા રોડ સેફ્ટીને લઈને સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તમામ વાહન ચાલકો પર હવે કડક નજર રાખવામાં આવશે.

  • રાજ્યમાં પોલીસની રોડ સેફ્ટીને લઈ મેગા ડ્રાઈવ 
  • ટ્રાફિકના નિયમો સંદર્ભે સ્પેશિયલ ડ્રાઈવ
  • ટ્રાફિક કાયદાનો ભંગ કરનારાઓ સામે પોલીસની લાલ આંખ    
  • ઓવર સ્પીડિંગ કરતા વાહન ચાલકો સામે થશે કાર્યવાહી

અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. ન માત્ર અમદાવાદ પરંતુ  રાજ્યમાં પોલીસની રોડ સેફ્ટીને લઈ મેગા ડ્રાઈવ શરૂ થઈ છે. આજથી એક મહિના માટે ઓવર સ્પીડિંગ સહિત ટ્રાફિકના નિયમો સંદર્ભે સ્પેશિયલ ડ્રાઈવ થશે અને નિયમનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.વાહનો પર જોખમી સ્ટંટ કરતા લોકો, પોલીસ કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકો, ઓવર સ્પીડિંગ કરતા વાહન ચાલકો પર પોલીસની નજર રહેશે અને આવા નબીરાઓની સામે પોલીસ મેમો સહિત એક્શન પણ લેશે.

કાયદેસર કાર્યવાહી શરૂ
આજથી એક મહિના સુધી રાજ્યભરમાં ટ્રાફિકનાં નિયમોનું ભંગ કરનારાઓની સામે એક્શન લેવાની તૈયારીમાં ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં સ્પીડગનથી પોલીસ ગાડીઓની સ્પીડનું મોનીટરીંગ કરશે. ઓવર સ્પીડીંગમાં જતાં વાહનોને મેમો/દંડ ભોગવવો પડી શકે છે. રાજ્ય પોલીસ વડાએ સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપ્યાં બાદ અમદાવાદના સિંધુ ભવન, SG હાઇવે સહિતના વિસ્તારમાં પોલીસનું ચેકીંગ શરૂ થયું જેમાં અનેક લોકો કાયદાનો ભંગ કરતાં નજરે પડ્યાં હતાં.

2 દિવસમાં 2000થી વધુ કેસ સામે આવ્યાં
રાજ્યમાં પોલીસની રોડ સેફ્ટીને લઈને શરૂ થયેલ મેગા ડ્રાઈવ દરમિયાન 22 અને 23 જૂલાઈએ કુલ 2739 એવા કેસો નોંધાયા જેમણે ટ્રાફિક કાયદાનો ભંગ કર્યો હોય. ઓવર સ્પીડમાં 1869, સ્ટંટના 512 જ્યારે ડ્રંક એન્ડ ડ્રાઈવના 358 કેસ નોંધાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં સૌથી વધુ ટ્રાફિક નિયમ ભંગનાં કેસો નોંધાયા છે જેમાં ઓવર સ્પીડના 710, ડ્રંક એન્ડ ડ્રાઈવના 51, સ્ટંટના 2 કેસ નોંધાયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ