બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર, આ તારીખે જાહેર થશે PSI ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ

અપડેટ / પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર, આ તારીખે જાહેર થશે PSI ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ

Published By: Priykant Shrimali

Last Updated: 05:21 PM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Police Bharti : હાલ PSIની લેખિત પરીક્ષાની જવાબવહી તપાસ ચાલી રહી છે, જેમાં આશરે 50,000 ઉમેદવારોના પેપર ચકાસી રહ્યા છે. તેનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ...

Gujarat Police Bharti : પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી સુઓમોટો પિટિશન અંગે મહત્વની કાર્યવાહી અને ચર્ચાઓ સામે આવી છે. જેમાં ખાસ કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં થતા તોફાનો, જાહેર મિલકતોના નુકશાન અને પોલીસ તંત્રની ભૂમિકા પર મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. આ કેસમાં સુપ્રીમકોર્ટના વર્ષ 2019ના નિર્દેશોના આધારે પોલીસ બેડામાં સુધારા અને ઝડપી ભરતી પ્રક્રિયાને લાગુ કરવા મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન હવે PSI ભરતી પરીક્ષાના સિલેક્શન લિસ્ટને લઈ પણ મોટી અપડેટ સામે આવી છે.

કોર્ટે શું સૂચન આપ્યું?

કોર્ટના જણાવ્યા મુજ દરેક કેડર માટે એકસાથે સામાન્ય પ્રક્રિયાથી ભરતી કરવામાં આવે તો સમયની બચત થાય અને જગ્યા સમયસર ભરાઈ શકે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, ઉચ્ચ હોદાની પોસ્ટનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે જેથી ઉમેદવારનું ક્લેરિટી રહે અને નીચી પોસ્ટમાં પસંદ થયેલા ઉમેદવાર ઉપરની પોસ્ટ માટે ન પસંદ થવાને કારણે નોકરી છોડે નહીં.

PSI ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ ક્યારે થશે જાહેર ?

મહત્વનું છે કે, હાલ PSIની લેખિત પરીક્ષાની જવાબવહી તપાસ ચાલી રહી છે, જેમાં આશરે 50,000 ઉમેદવારોના પેપર ચકાસી રહ્યા છે. તેનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ નવેમ્બર 2025માં જાહેર થવાનું છે. કોન્સ્ટેબલ માટેનું સિલેક્ટ લિસ્ટ ઓક્ટોબર 2025માં બહાર પડશે. જેલ સિપાહી માટે અલ્પ લાયકાતને ધ્યાનમાં રાખીને સંયુક્ત ભરતી પ્રક્રિયા અંગે વિચારણા ચાલી રહી છે.

પોલીસ બેડામાં કુલ જગ્યાઓ અને ભરતી ફેઝ-વાઇઝ

રાજ્ય પોલીસ વિભાગમાં કુલ 25,660 ખાલી જગ્યાઓ પૈકી ફેઝ 01 હેઠળ 11,373 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ સાથે ફેઝ 02 માટે સપ્ટેમ્બર 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરવાનો લક્ષ્ય છે. ફેઝ 01માં કોન્સ્ટેબલ માટે 10,000, અને PSI માટે 485 જગ્યાઓ માટે જાહેરાત થઈ હતી. હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ પરિણામ પ્રક્રિયામાં છે.

હાઈકોર્ટના દબાણ બાદ છેલ્લા 90 દિવસમાં 3168 પ્રમોશનલ જગ્યા ભરી દેવામાં આવી છે. અગાઉ ત્યાં 10,000 જગ્યા ખાલી હતી, હવે માત્ર 1297 જગ્યાઓ ખાલી રહી છે. સરકારે જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં 7725 જગ્યા ખાલી હતી, જેમાંથી 6589 પોસ્ટ ભરાઈ ચૂકી છે. હાલ માત્ર 36 પોસ્ટ ખાલી છે.

સરકારી વકીલે પોલીસ વિભાગમાં પ્રમોશનલ ભરતી અંગે જણાવ્યું હતું કે, હાઇકોર્ટની સુનાવણી દરમિયાન પોલીસ વિભાગમાં શરૂઆતમાં પ્રમોશનલ ભરતીમાં 10 હજાર જગ્યાઓ ખાલી હતી પરંતુ હાઈકોર્ટના નિર્દેશોથી પ્રમોશનલ ભરતી પ્રક્રિયા ઝડપી કરાતા 10 ઓક્ટોબરે, 1297 પ્રમોશનલ જગ્યા ખાલી છે. છેલ્લા 90 દિવસમાં 3168 જગ્યાઓ પ્રમોશનથી ભરાઈ છે. પોલીસ વિભાગમાં ભરતી વર્ષ ફેબ્રુઆરી મહિનાથી શરૂ થાય છે. અત્યારે વર્ષ 2024-25 ની ભરતી ચાલી રહી છે. હાઇકોર્ટે વર્ષ 2025-26નું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું હતું. આ અંગે વધુ સુનાવણી 12 ડિસેમ્બરે યોજાશે.

ટ્રેનિંગ સેન્ટરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ

રાજ્યમાં હાલ 5 પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે અને 2 નવા નિર્માણાધીન છે. નવા સેન્ટરો સાથે કુલ ક્ષમતા 3000 જવાનો સુધી વધારાશે. આ સેન્ટરો જાન્યુઆરી 2026 સુધી તૈયાર થશે. નવાં ટ્રેનિંગ સેન્ટરોના ફોટા પણ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : દિવાળીમાં બસોની નહી પડે તંગી, સરકાર દ્વારા નવી 201 બસોને લીલી ઝંડી અપાઇ

કોર્ટ મિત્ર અને સરકારી વકીલ વચ્ચે ચાલી રહેલી ચર્ચામાં એવું સૂચવાયું કે, પોલીસ વિભાગમાં સર્વિસ સંબંધિત કેસો ટાળવા માટે, નિયમોમાં ફેરફાર કરવાની શક્યતાઓ જોવાઈ રહી છે. હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે કે, દર વર્ષે નિયમિત ભરતી કેલેન્ડર જાહેર કરવું જોઈએ. સાથે સાથે દરેક કેડર માટે સ્પષ્ટ સમયરેખા અને તબક્કાવાર માહિતી આપવામાં આવે જેથી ભવિષ્યમાં ભરતી પ્રક્રિયામાં વિલંબ ન થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police Bharti Gujarat High Court Police Recruitment

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ