ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / બાપ રે! કચ્છમાંથી ઝડપાયું અફીણ-ડોડાનું ખેતર, આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

કાર્યવાહી / બાપ રે! કચ્છમાંથી ઝડપાયું અફીણ-ડોડાનું ખેતર, આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

Published By: Bharatsinh Chauhan

Last Updated: 02:40 PM, 25 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch Police Action : ભીમાસર (ભુટકિયા) સીમમાંથી ભુજ બોર્ડર રેન્જની સાયબર સેલની ટીમે કાર્યવાહી કરતાં અંદાજે બે એકર જમીનમાં એક લાખથી વધુ અફીણ ડોડાના છોડ વાવેલા મળી આવ્યા

ADVERTISEMENT

Kutch Police Action : કચ્છ જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. વાસ્તવમાં તાજેતરમાં જ રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની કચ્છ મુલાકાત બાદ પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે. આ તરફ હવે ભુજ બોર્ડર રેન્જ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાપર તાલુકાના ભીમાસર (ભુટકિયા) ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે અફીણ ડોડાની ખેતી કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ સાયબર સેલની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન અંદાજે બે એકર જમીનમાં એક લાખથી વધુ અફીણ ડોડાના છોડ વાવેલા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી સમગ્ર પાક નષ્ટ કરી દીધો હતો. આ કાર્યવાહી છેલ્લા બે દિવસથી સતત ચાલી રહી હતી, જેના કારણે નશાના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો : હેલ્મેટ સાથે લેવાનું ના ભૂલતા! તા. 10 માર્ચ સુધી ગુજરાતભરમાં ચાલશે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ

વિગતો મુજબ આ કેસમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Police Action Rapar Opium Cultivation Illegal Poppy Farming

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ