બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં કાળઝાળ ગરમી અને આંધી-વંટોળ સાથે વરસાદ,અંબાલાલ પટેલની મોટી આગાહી
Last Updated: 01:57 PM, 5 April 2026
Gujarat Weather: ગુજરાતમાં હાલ હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુ પડકારજનક બની રહી છે.
ADVERTISEMENT
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 7 અને 8 એપ્રિલ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળશે. ઉત્તર ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. પવનની ગતિ વધુ હોવાને કારણે ઊભા પાકને નુકસાન થવાની સંભાવના છે. ખાસ કરીને કેરીના પાક માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે. કારણ કે તૈયાર થતી કેરીઓ પર માવઠાની સીધી અસર પડી શકે છે. ખેડૂતો માટે આ સમય સાવચેત રહેવાનો છે. કારણ કે અચાનક બદલાતા હવામાનથી ખેતીમાં નુકસાન થવાની શક્યતા વધે છે.

ADVERTISEMENT
આગળની આગાહીમાં ગરમીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 15 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે અને તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 26 એપ્રિલ પછી ગરમી વધુ તીવ્ર બનશે અને મે મહિનામાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ મે મહિનામાં 11 થી 20 વચ્ચે ધૂળની આંધીઓ અને પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. 17 મે આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે. ત્યારબાદ 24 મે થી 4 જૂન દરમિયાન ફરી વરસાદી માહોલ બનશે અને 8 જૂનથી પવનની દિશામાં ફેરફાર થતાં વાતાવરણમાં મોટો બદલાવ આવશે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને આગોતરા તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ADVERTISEMENT
ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 એપ્રિલના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થવાનો અનુમાન છે. જેના કારણે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે. સાથે જ આવતીકાલથી પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. જે વાતાવરણને વધુ અસરકારક બનાવશે.
ADVERTISEMENT

હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ સુધી વાતાવરણ સામાન્ય રહેવાની શક્યતા છે. પરંતુ 8 એપ્રિલથી ગરમીમાં વધારો થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન લગભગ 35 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે. 6 અને 7 એપ્રિલ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે પવનની ગતિ વધુ રહેવાની અને દરિયામાં ઉથલપાથલ સર્જાવાની શક્યતા છે. તેથી લોકો અને ખાસ કરીને માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.