બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ભાજપે પેપર લીક કાંડના આરોપીને બક્ષીપંચના ખજાનચી બનાવતાં વિવાદ, કોંગ્રેસે સાધ્યું નિશાન

વિવાદ / ભાજપે પેપર લીક કાંડના આરોપીને બક્ષીપંચના ખજાનચી બનાવતાં વિવાદ, કોંગ્રેસે સાધ્યું નિશાન

Priyankka Triveddi

Last Updated: 12:45 PM, 5 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના પ્રાંતિજમાં રાજકીય ગરમાવો વધ્યો છે. પેપરલીક કાંડને લઈને નવી વિવાદાસ્પદ સ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ સરકાર ઉપર પ્રશ્નો કર્યા છે.

Congress Manish Doshi: સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં પેપરલીક કાંડ સાથે જોડાયેલા આરોપીને ભાજપ દ્વારા પદ આપવામાં આવતાં રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. આ નિર્ણયને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બાયડ બાદ હવે પ્રાંતિજમાં પણ પેપરલીક કાંડના આરોપીને મહત્વનું પદ આપવું ગંભીર બાબત છે. તેમના મતે આ પ્રકારના નિર્ણયોથી ભાજપની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થાય છે.

મનીષ દોશી,મુખ્ય પ્રવકતા,કોંગ્રેસ

પ્રાંતિજના ભાજપના આગેવાનને રાતોરાત પદ આપવામાં આવ્યું છે જે જુનિયર ક્લાર્ક પરીક્ષાના કૌભાંડનો આરોપી હતો. આ જ રીતે આકાશ પટેલને પણ પદ આપવામાં આવ્યું જે પણ એક આરોપી હતો. ભાજપ ઘણા સમયથી કૌભાંડના જે લોકો સામેલ હોય તેને મળોતિયા સાથે મળીને પદ આપવાનું કામ કરે છે જેથી કૌભાંડ કરીને કમલમની તિજોરી ભરી શકાય. ભૂતકાળમાં પણ કોંગ્રેસે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે અને હાલ પણ જુનિયર ક્લાર્કની પરીક્ષાના કાંડમાં સામેલ વ્યક્તિને મોટું પદ આપવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ આ અંગે મુખ્ય મંત્રી અને ભાજપ પાસે ખુલાસો માંગે છે.

મનીષ દોશીએ વધુમાં આરોપ લગાવ્યો કે ભાજપ કૌભાંડ સાથે સંકળાયેલા લોકોને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે વ્યંગાત્મક રીતે જણાવ્યું કે કોષાધ્યક્ષનું પદ આપવાનો અર્થ એ થાય છે કે ફંડ એકત્ર કરીને પાર્ટીને મદદ કરવી. આવા નિવેદનોથી રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે. કોંગ્રેસે આ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને આ નિર્ણયને લઈને પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

આ પણ વાંચો: પંચાયત-પાલિકા ચૂંટણી વચ્ચે VNSGUના પરીક્ષા સમયપત્રકમાં ફેરફાર

આ સમગ્ર મામલે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે, આ મુદ્દો હવે રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે. વિરોધ પક્ષનો દાવો છે કે આવા આરોપીઓને પદ આપવું ચિંતાજનક છે અને તે જાહેર વિશ્વાસ પર અસર કરે છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ટકરાવ જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP controversy Paper Leak Case Congress attack
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ