બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / VIDEO: સુરતમાં નશાખોર બન્યા બેફામ! અભદ્ર શબ્દો બોલી જાહેરમાં યુવતીઓની છેડતી
Last Updated: 11:51 PM, 19 June 2025
સુરતમાં રહેવું સામાન્ય પ્રજા માટે દિવસે ને દિવસે કપરું થઈ રહ્યું છે. કારણકે, લુખ્ખા તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાહેરમાં મારામારી કે પછી ધમાલની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં નશાખોર યુવકોએ ધમાલ મચાવી છે
ADVERTISEMENT
સુરતના વરાછા વિસ્તારમાં નશાખોર યુવકોની ધમાલ
— Dinesh Chaudhary (@DineshNews_) June 19, 2025
જાહેરમાં લોકો સાથે મારામારી અને લૂંટનો કર્યો પ્રયાસ
જાહેર રસ્તા પર યુવતીઓને અભદ્ર શબ્દો બોલી કરી છેડતી#SuratNews #SuratCrimeNews #SuratDhamal #SuratBabalVideo pic.twitter.com/u56zfzHNQU
વરાછા વિસ્તારમાં નશાખોર યુવકોની ધમાલ
ADVERTISEMENT
સુરતમાં જાહેરમાં લોકો સાથે મારામારી અને લૂંટનો પ્રયાસ થયો છે, જાહેર રસ્તા પર યુવતીઓને અભદ્ર શબ્દો બોલી છેડતી પણ કરી હતી. નશો કરી છાકટા બનેલા યુવકોની હરકતનો વીડિયો વાયરલ થયો છે, વાયરલ વીડિયો આધારે વરાછા પોલીસ હરકતમાં આવી છે અને મૂળ ઉત્તરપ્રદેશના બે નશાખોર યુવકોની અટકાયત કરી છે. બંને નશાખોર યુવકોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: CBI અધિકારી બની લાખોની છેતરપિંડી, સાયબર ક્રાઈમે બે શખ્સની કરી ધરપકડ
સળગતા સવાલ
ADVERTISEMENT
લુખ્ખા તત્વો અવારનવાર બેફામ કેમ બને છે?
અસામાજિક તત્વોને કાયદાનો ભય કેમ નથી?
ADVERTISEMENT
શું અસામાજિક તત્વો માટે અલગ કાયદો છે?
આતંક મચાવનારા લુખ્ખાઓની ધરપકડ ક્યારે થશે?
ADVERTISEMENT
પોલીસ યોગ્યરીતે પેટ્રોલિંગ ક્યારે કરશે?
અસામાજિક તત્વો પર દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.