બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CBI અધિકારી બની લાખોની છેતરપિંડી, સાયબર ક્રાઈમે બે શખ્સની કરી ધરપકડ
Dinesh Chaudhary
Last Updated: 09:33 PM, 19 June 2025
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નકલીઓની ભરમાર ચાલી રહી છે. નકલી સરકારી ઓફિસ, નકલી પોલીસ, નકલી CBI, નકલી PMO અધિકારી, નકલી CMO અધિકારી, નકલી મંત્રીના પીએ, નકલી આર્મી મેન, નકલી શાળા, નકલી કચેરી બાદ તાજેતરમાં વધુ એક નકલી નકલી CBI ગેંગ ઝડપાઈ છે. બોટાદની નકલી CBI ગેંગનો સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે.
ADVERTISEMENT
નકલી CBI ગેંગ ઝડપાઈ
ADVERTISEMENT
બોટાદમાંથી નકલી CBI ગેંગ ઝડપાઈ છે. નકલી ગેંગે અગાઉ એક વૃદ્ધાને 4 દિવસ ડિજિટલ અરેસ્ટ કર્યા હતા, ડિજિટલ અરેસ્ટ કરી વૃદ્ધા પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. વૃદ્ધાને ગંભીર ગુનાના આરોપી હોવાનું કહી નકલી વોરંટ મોકલ્યા હતા. ત્યારે વૃદ્ધાએ ઘટના અંગે બોટાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસમાં ગેંગના 2 સાગરીતોને પકડ્યા
ADVERTISEMENT
જે બનાવના પગલે સાયબર ક્રાઈમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી, જે તપાસમાં ગેંગના 2 સાગરીતોને પકડ્યા છે. તારાપુરના દિનેશ પરમાર, અમદાવાદના હિતેશ રાઠોડની ધરપકડ છે તેમજ પકડાયેલા બંને શખ્સનો ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: નેશનલના હાઈવેના આવા હાલ! વલસાડમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ હાઈવે જળમગ્ન
નકલી અધિકારીનો રાફડો ફાટ્યો!
ADVERTISEMENT
ગુજરાતમાં નકલી અધિકારીનો રાફડો ફાટ્યો હોય તેમ થોડા દિવસ અગાઉ બનાસકાંઠાના છાપીમાંથી નકલી DySP ઝડપાયો હતો. DySPની ખોટી ઓળખ આપી 38 લાખ રૂપિયા પડાવ્યા હતા. અરવલ્લીના જિતેન્દ્રસિંહ રાઠોડે નકલી અધિકારી બની ઠગાઈ કરતો હતો. તેણે કોન્ટ્રાક્ટર પાસેથી જમીનના બહાને 38 લાખ રૂપિયા પડાવ્યા હતા. જેના પગલે છાપી પોલીસે આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.