ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નેશનલના હાઈવેના આવા હાલ! વલસાડમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ હાઈવે જળમગ્ન

photo-story

4 ફોટો ગેલેરી

મુશ્કેલી / નેશનલના હાઈવેના આવા હાલ! વલસાડમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ હાઈવે જળમગ્ન

Last Updated: 08:39 PM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વલસાડમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ હાઇવે પ્રભાવિત થયો છે. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ હાઈવે પર પાણી ઓસર્યા નથી.

1/4

photoStories-logo

1. ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ હાઇવે પ્રભાવિત

મન મુકી તું વરસજે.. તારા મંડાણથી જ આ હરિયાળી છે. તારા મંડાણથી જ આ દુનિયા છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર પછી દક્ષિણ ગુજરાતમાં મેઘાની મહેર વરસી છે. દક્ષિણમાં પણ શરૂઆત ધમાકેદાર થઈ અને નદી-નાળા સાથે પ્રકૃતિ ખીલી ઊઠી. ત્યાંક થોડી મુશ્કેલીઓ પણ ઉભી થઈ છે. વલસાડમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ હાઇવે પ્રભાવિત થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કલાકો બાદ પણ હાઈવે પર પાણી ઓસર્યા નથી

વલસાડમાં ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ હાઇવે પ્રભાવિત થયો છે. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ હાઈવે પર પાણી ઓસર્યા નથી. સરોણ ગામ નજીક નેશનલ હાઇવે-48 પર બે-બે ફૂટ સુધી પાણી ભરાયા છે. જેના પગલો લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. વાહન ચાલકો પરેશાન

નેશનલ હાઇવે પણ બે-બે ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. નેશનલ હાઇવે પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. બે-બે ફૂટ સુધી વરસાદી પાણીનો ભરાવો

આ હાઈવે પરથી પસાર થવામાં નાકે દમ આવી જાય તેવું થયું છે. આ રસ્તાની સાઈડોમાં હાલમાં જ કામ ચાલતો હોવાથી રસ્તાની હાલત ખખડધજ બની ગઈ છે. જેના કારણે આ રસ્તા પર અકસ્માતની પણ ભીતિ સર્જાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Valsad Rain Update Ahmedabad-Mumbai Highway Ahmedabad-Mumbai Highway Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ