બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / અજાણ્યાએ ઘરના દરવાજા બહાર પ્રસાદ મૂક્યો, અને જમતા જ...! પોલીસ એક્શનમાં
Last Updated: 12:23 PM, 13 April 2026
Surat Prasad Case: સામાન્ય રીતે મોટા ભાગના ઘરમાં પ્રસાદ એ એક એવી આસ્થા સાથે વણાયેલી વસ્તુ છે કે તેનો સ્વીકાર કરવાનું ભાગ્યે જ કોઈ ટાળે. પણ જો તમને ખબર પડે કે પ્રસાદ એ જીવનું જોખમ સાબિત થઈ શકે છે તો? આવો જ એક આસ્થા સાથે ખિલવાડ કરતો કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પ્રસાદ એ લોકોના જીવ લેવાનું સાધન બન્યું છે. આખો મામલો વાંચો વિગતે.
ADVERTISEMENT
સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. જેમાં ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને એક આખા પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉત્રાણ વિસ્તારના શાલીગ્રામ હાઇટ્સ સોસાયટીમાં અજાણ્યા શખ્સોએ દરવાજા પર પ્રસાદના લાડુમાં ઝેર મિશ્રિત લાડુ મૂકી દેવાની ઘટનાએ આ વિસ્તારના નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર ગોરધન ડોંડા નામના વ્યક્તિ જ્યારે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને દરવાજા પર એક થેલી લટકતી જોવા મળી. થેલીમાં બુંદીના લાડુ હતા જેને તેઓ સામાન્ય પ્રસાદ સમજીને ઘરમાં લઈ ગયા. આપણા સમાજમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન આવી રીતે પ્રસાદ વહેંચવાની પરંપરા હોવાથી તેમને કોઈ શંકા થઈ નહોતી. પરંતુ આ સામાન્ય લાગતી ઘટના પાછળ એક ખતરનાક કાવતરું છુપાયેલું હતું. અજાણ્યા શખ્સોએ પ્રસાદના નામે ઝેર મિશ્રિત લાડુ તેમના ઘરે થેલીમાં લટકાવ્ય હતા. જેનો આશય તેમનો જીવ લેવાનો હોય શકે છે.
Surat News: દરવાજા પર લટકાવી ગયેલા પ્રસાદ કે ખાવાપીવાની વસ્તુ લેતા પહેલા સાવધાન! | VTV Digital#Surat #BreakingNews #PoisonCase #CrimeNews #GujaratNews #ShockingNews #PublicSafety #ViralNews #IndiaNews #CCTV #PoliceInvestigation #vtvdigital pic.twitter.com/8Kn4qk9dJQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 13, 2026
ADVERTISEMENT
ગોરધનભાઈ તેમની પત્ની અને પુત્રવધુએ આ લાડુ ખાધા બાદ થોડા જ સમયમાં તબિયત ખરાબ થવા લાગી. તેમને ચક્કર આવવા લાગ્યા અન્ર સાથે ઉલ્ટી અને બેચેની પણ થવા લાગી. સ્થિતિ ગંભીર બનતા તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરોએ તપાસ દરમિયાન નોંધ્યું જોયું કે આ સામાન્ય ફૂડ પોઈઝનિંગ નથી. અને માટે જ વધુ તપાસ માટે લાડુની ચકાસણી કરવામાં આવી અને બાકી રહેલા લાડુની તપાસ કરતાં અંદર ઝેરની ગોળીઓ મળી આવી. આ દવાઓ કે જે સામાન્ય રીતે અનાજ સંગ્રહ માટે વપરાય છે. આથી સ્પષ્ટ થયું કે આ ઘટના જાણે જોઈને કરવામાં આવેલી હત્યાની કોશિશ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઘટના બાદ ઉત્રાણ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ફૂટેજમાં પાંચ જેટલા શંકાસ્પદ લોકોની હિલચાલ સામે આવી છે. જેના આધારે પોલીસે તેમની ઓળખ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસનો પ્રાથમિક અંદાજ છે કે આ કાવતરું કોઈ નજીકના ઓળખીતાની મદદથી ગોઠવાયું હોઈ શકે છે. કારણ કે પ્રસાદ ક્યારે મૂકવો અને પરિવાર ક્યારે ઘરે હશે તેની ચોક્કસ માહિતી કોઈ જાણકારને જ હોઈ શકે.
ADVERTISEMENT

સુરતની આ ઘટના દરેક માટે ચેતવણીરૂપ છે કે કોઈ પણ અજાણી વસ્તુ, ખાસ કરીને ખાવા-પીવાની વસ્તુ, વિચાર્યા વગર સ્વીકારવી જોખમી બની શકે છે. ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને કરવામાં આવેલી આવી ઘટના સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. હાલ તો પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે ત્યારે આગળ આ ઘટનાનું શું પરિણામ આવશે તે તો સમય જ જણાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.