ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / આ દારુબંધી કહેવાય? કચ્છના ભચાઉમાં વિદેશી દારુની 7080 બોટલ પકડાઈ, બુટલેગર મામા સહીત 7 સામે ફરીયાદ
Last Updated: 04:23 PM, 23 February 2026
ADVERTISEMENT
Kutch State Monitoring Cell: ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં કાર્યવાહી બાદ હવે પૂર્વ કચ્છમાં પણ વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ભચાઉ નજીક વોંધ વિસ્તારમાં દરોડા દરમિયાન 7080 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 1 કરોડ 30 લાખ રૂપિયાનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

આ કેસમાં લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ જાડેજા ઉર્ફે મામા સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડી આ જથ્થો ઝડપ્યો હતો. કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જ અંદાજે 5 કરોડ રૂપિયાનો વિદેશી શરાબ પકડી પાડવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે, જે પોલીસની સક્રિય કામગીરી દર્શાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ કાર્યવાહી બાદ પૂર્વ કચ્છ પોલીસ તંત્રમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે જિલ્લામાં 15 પીઆઇ અને 4 પીએસઆઇની આંતરિક બદલીઓ કરી છે. તેમજ LCB અને SOG સહિતની વિવિધ શાખાના પીઆઇની પણ બદલી કરવામાં આવી છે. આ બદલીઓ અને સતત કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે પોલીસ તંત્ર કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર શરાબના ધંધા સામે કડક વલણ અપનાવી રહ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાતી કાર્યવાહીથી બૂટલેગરોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પહેલા વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી વિતરણ માટે તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ભારે માત્રામાં દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સમગ્ર ઓપરેશન ગુપ્ત રીતે યોજાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ 2500થી વધુ વિદેશી શરાબની પેટીઓ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની આશરે કિંમત 4 કરોડથી વધુ હોવાનો અંદાજો લગવૈ રહ્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે હલચલ મચી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.