બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે, 45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા HCની મંજૂરી

ચુકાદો / 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે, 45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા HCની મંજૂરી

Priyankka Triveddi

Last Updated: 12:54 PM, 5 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat HC on Asaram Ashram: અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે આસારામ આશ્રમની જમીન પરત લેવા માટે સરકારને મંજૂરો આપી દીધી છે અને એ અંતર્ગત હવે આસારામ આશ્રમના 30 બાંધકામોને તોડી પાડવામાં આવશે.

Gujarat HC on Asaram Ashram: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામના આશ્રમને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ રાજ્ય સરકારને આશ્રમ પાસેની જમીન પરત લેવા માટે મંજૂરી આપી છે. આ ચુકાદા હેઠળ આશ્રમ પાસેથી અંદાજે 45000 ચોરસ મીટર જમીન સરકાર હસ્તગત કરી શકશે.

હાઇકોર્ટના આદેશ બાદ મોટેરા આશ્રમ પર કરવામાં આવેલા 30થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક તપાસમાં ખુલ્યું છે કે સરકારી જમીન પર કોઈ મંજૂર પ્લાન વગર આશ્રમ દ્વારા અનેક માળખાં ઉભા કરવામાં આવ્યા હતા. જેને કાયદેસર સાબિત કરી શકાય તેમ નથી.

આ સમગ્ર મામલે તંત્રએ આશ્રમને છ મહિના અગાઉ નોટિસ ફટકારી હતી. તેના જવાબમાં આશ્રમ દ્વારા ગેરકાયદે બાંધકામોને કાયદેસર બનાવવા ઇમ્પેક્ટ ફી ભરવાની અરજી કરવામાં આવી હતી. પરંતુ સત્તાધિકારીઓએ તે અરજી નામંજૂર કરી દીધી હતી. હાલ આ મુદ્દે આશ્રમ તરફથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA)માં અરજી કરાઈ છે. અધિકારીઓનું કહેવું છે કે GUDA તરફથી અંતિમ નિર્ણય આવ્યા બાદ તમામ ગેરકાયદે એકમો સામે ડિમોલિશનની કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે આ જમીનનો ઉપયોગ ભવિષ્યમાં મોટા વિકાસકાર્યો માટે કરવામાં આવશે. સરકારની યોજના મુજબ કોમનવેલ્થ 2030 પહેલા આ સ્થળ પર ઇન્ટરનેશલ લેવલનું એક મોડર્ન સ્ટાઈલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો ભાગ બનશે. જેનાથી શહેરની રમતગમત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: ભાજપ MLAના વિરોધને પગલે અમદાવાદ મનપાએ કતલખાનાની દરખાસ્ત પાછી ખેંચી, 32 કરોડ ફાળવ્યાં હતા

vtv app promotion

હાઇકોર્ટના આ ચુકાદા બાદ હવે મોટેરા વિસ્તારમાં વિકાસને લઈને નવી દિશા ખુલતી જોવા મળી રહી છે અને મ્યુનિસિપલ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asaram Motera Ashram land Gujarat High Court order Ahmedabad News
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ