બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર પોલીસનું ફાયરિંગ, PSIનું ગળુ દબાવીને ભાગતાં કરાયો ગોળીબાર
Last Updated: 10:02 AM, 31 December 2025
Dahod News: એક દિવસ અગાઉ સુરેન્દ્રનગર પોલીસે એક કેસના રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીના પગમાં ગોળી મારી દીધી. અહીં આરોપીએ પોલીસ પર હુમલો કરતાં, સ્વબચાવમાં પોલીસ આરોપી પર ફાયરિંગ કર્યું હતું. હવે દાહોદમાં પણ પોલીસ પર હુમલો અને જવાબમાં પોલીસ દ્વારા ફાયરિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દાહોદમાં પોલીસે બિશ્નોઈ ગેંગના સાગરિત પર ફાયરિંગ કર્યું. માહિતી પ્રમાણે, આરોપીએ SMCના PSI કે.ડી.રવૈયા પર હુમલો કર્યો હતો. પોલીસ પર હુમલો કરતાં જવાબી કાર્યવાહીમાં પોલીસ ફાયરિંગ કર્યું. માહિતી પ્રમાણે, ગોવાથી ગુજરાતમાં દારૂ ઘુસાડનાર આરોપી અશોક બિશ્નોઈની પોલીસે ગુવાહાટીથી ધરપકડ કરી હતી. ગુવાહાટીથી પકડેલા આરોપીને પોલીસ ગાંધીનગર લઈ જઈ રહી હતી.

ADVERTISEMENT
દરમિયાન દાહોદના લીમડી નજીક આરોપીએ PSIનું ગળુ દબાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એક ખાનગી વાહનમાં 2 PSI અને એક PI આરોપીને લઇને જતા હતા, તે સમયે આ ઘટના બની. રસ્તામાં આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો. આરોપીએ સીટ બેલ્ટથી PSIનું ગળું દબાવી દીધું હતું. પોલીસે આરોપીને વોર્નિંગ આપી. આરોપીને વોર્નિંગ આપવા છતાં આરોપીએ PSIનું ગળું દબાવી રાખ્યું, જેથી જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચો: માયાભાઈ આહિરની 'ભૂલ' સુધારનાર બગદાણા સરપંચ નવનીત બાલધિયા પર હુમલો, કહ્યો વિવાદ
ADVERTISEMENT
સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપીની આસામથી ધરપકડ કરી હતી. માહિતી પ્રમાણે, અશોક બિશ્નોઈ ગોવાથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના રેકેટમાં સંડોવાયેલો છે. ગુજસીટોક ગુનામાં પોલીસ આરોપી અશોક બિશ્નોઈને પકડીને ગાંધીનગર લઈ જઈ રહી હતી. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી મારી. આ ઘટનાને પગલે દાહોદ SP, DySP, LCB અને સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. આ ઘટનામાં PSI કે.ડી.રવૈયાને ગળાના ભાગે નાની-મોટી ઇજા પહોંચી છે. જ્યારે આરોપી અશોક બિશ્નોઈને હાલ સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.