ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાદરા નગર હવેલીમાં ભીષણ આગ! પ્લાસ્ટિક કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ

દુર્ઘટના / દાદરા નગર હવેલીમાં ભીષણ આગ! પ્લાસ્ટિક કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ

Published By: Priyankka Triveddi

Last Updated: 06:35 AM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dadra Nagar Haveli News: દાદરા નગર હવેલીમાં પ્લાસ્ટિકની કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી અને આગ એટલી વિકરાળ હતી કે મિનિટોમાં જ આખી કંપની તેની ચપેટમાં આવી ગઈ હતી.

ADVERTISEMENT

Dadra Nagar Haveli Fire: દાદરા નગર હવેલીના દેમણી રોડ પર આવેલી જય અંબે પ્લાસ્ટિક કંપનીમાં મંગળવારની સાંજે અચાનક આગ લાગી હતી. ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં આ ઘટના ફરી એકવાર ચિંતા વધારનાર બની છે. પ્લાસ્ટિકના દાણા (Plastic Granules) બનાવતી આ કંપનીના એક ભાગમાં આગની શરૂઆત થઈ હતી. કંપનીમાં પ્લાસ્ટિકનો કાચો તેમજ તૈયાર માલ મોટી માત્રામાં સંગ્રહિત હોવાથી આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ લાગતી સાથે જ કંપનીમાં હાજર કામદારો સતર્ક બની તરત જ બહાર નીકળી ગયા એટલે કોઈ જાનહાની થઈ નથી.

આગ કાબૂમાં લેવા અનેક ફાયર ટીમો દોડી

આ ઘટનાની જાણ થતાં જ સેલવાસ અને ખાનવેલ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ આગની ભીષણતા જોતા રિલાયન્સ, આલોક અને વાપી વિસ્તારોમાંથી પણ વધારાની ફાયર ફાઇટર ટીમોને બોલાવવામાં આવી હતી. લાંબા સમય સુધી ચાલેલા પ્રયાસો પછી પણ કંપનીનો મોટો ભાગ આગમાં બળી ગયો હતો. ખાસ કરીને પ્લાસ્ટિકના દાણા માટે ઉપયોગમાં લેવાતી મોલ્ડિંગ મશીનો આગમાં સંપૂર્ણપણે ખાક થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી રહી હતી, છતાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સમય લાગ્યો.

આ પણ વાંચો: સુરતમાં મહા ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો લાંબા ટ્રાફિક જામમાં ફસાતાં પરેશાન, જુઓ આકાશી દ્રશ્યો

vtv app promotion

કરોડોનું નુકસાન, પણ જાનહાની નહીં

આગના કારણે કંપનીના વિશાળ વિસ્તારમાં વિનાશ ફેલાયો છે અને પ્રાથમિક અંદાજ મુજબ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. જોકે સૌથી મોટી રાહત એ છે કે કોઈ કામદારને ઈજા થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી અને ફાયર વિભાગ દ્વારા તેની તપાસ ચાલુ રાખવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jay Ambe Plastic, Plastic Factory fire Dadra Nagar Haveli Gujarat News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ