ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં મહા ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો લાંબા ટ્રાફિક જામમાં ફસાતાં પરેશાન, જુઓ આકાશી દ્રશ્યો

પરેશાન / સુરતમાં મહા ટ્રાફિક જામ, હજારો વાહનચાલકો લાંબા ટ્રાફિક જામમાં ફસાતાં પરેશાન, જુઓ આકાશી દ્રશ્યો

Published By: Mit Soni

Last Updated: 10:48 PM, 8 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના રસ્તાઓ પર આજે વિકટ પરિસ્થિતી સર્જાઈ, હજારો લોકો કલાકો સુધી ભારે ટ્રોફિક જામમાં અટવાઈ ગયા. દિલ્હી જેવા ટ્રાફિક જામનો અનુભવ કરાવતા આ દિવસે શહેરના અનેક રસ્તાઓ પર વાહનોની કતારો જોવા મળી.

ADVERTISEMENT

સુરત શહેરમાં આજે ટ્રાફિકની એવી વિપરીત પરિસ્થિતિ સર્જાઈ કે સામાન્ય દિવસ કરતા અનેક ગણો વધુ જામ જોવા મળ્યો. શહેરના અનેક મુખ્ય માર્ગો પર વાહનોની કતારો લાગી હતી. ખાસ કરીને ઉધના વિસ્તારથી લઈને રીંગ રોડ સુધીના માર્ગોમાં વાહનોની લાંબી લાઈનો લાગી જતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

ખાસ કરીને, ઉધના જ્યોતથી ઉધના દરવાજા સુધી સતત વાહનોની લાઈનો જોવા મળી. થોડા મિનિટનો માર્ગ લોકો માટે કલાકોની મુસાફરીમાં પરિવર્તિત થઈ ગયો. કલાકો સુધી લોકોને વાહનોમાં જ અટવાઈ રહેવું પડ્યું.

તે ઉપરાંત મજૂરા ગેટથી રીંગ રોડ સુધીનો વિસ્તાર પણ સંપૂર્ણપણે જામથી ભરાઈ ગયો હતો. ખાસ કરીને ટેક્સટાઈલ માર્કેટ બ્રિજ તરફ જતાં વાહનોની બહુ મોટી લાઈન સર્જાઈ ગઈ હતી. આ વિસ્તાર શહેરનું વ્યાપારી કેન્દ્ર હોવાથી અહીં રોજ હજારો લોકો આવન-જાવન કરે છે. તે કારણે જ ટ્રાફિકનું દબાણ વધુ વધી ગયું હતું. વેપારીઓ, ખરીદદારો અને કામદારો બધા લાંબા સમય સુધી પોતાની જગ્યાએ પહોંચી નહીં શકતા.

વધુ વાંચો: મધ્યપ્રદેશમાં હાઈવોલ્ટેજ તાર સાથે ટકરાયું વિમાન, પાયલોટ સહિત 2 લોકો ઘાયલ

ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું કે સવારે અને બપોર દરમિયાન ભારે ભીડને કારણે શહેરના મોટા ભાગના માર્ગો પર વાહનો વધ્યા છે. કેટલાક સ્થળોએ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું, તો કેટલાક વિસ્તારોમાં ટેક્સટાઈલ બજારમાં વધેલી ખરીદી અને લોડિંગ-અનલોડિંગને કારણે વાહનોની સંખ્યા વધી ગઈ હતી. આ બધાંને કારણે ટ્રાફિક સંપૂર્ણપણે સ્થગિત થઈ ગયું હતું.

vtv app promotion

ઘણા વાહનચાલકો એ ફરિયાદ કરી કે ટ્રાફિક નિયંત્રણ માટે પૂરતા પોલીસકર્મીઓ દેખાતા નહોતા, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના ટ્રાફિક જામના વીડિયો પણ મુક્યા, જેમાં ગાડીઓની લાંબી લાઈનો દૂર સુધી નજરે પડી રહી છે. લોકો ખાસ કરીને સ્કૂલ જતા બાળકો, ઓફિસ જતાં કર્મચારીઓ અને કામ પર જતા મજૂરો માટે આ સ્થિતિ ખૂબ મુશ્કેલ બની ગઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Udhna Darwaja Udhna Jyot Surat traffic

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ