બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat New state bjp president CR Patil statement CM Vijay Rupani

નિમણૂંક / પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલે કહ્યું આવું ભાજપમાં જ શક્ય, CM રૂપાણીની પણ આવી પ્રતિક્રિયા

Hiren

Last Updated: 05:47 PM, 20 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક તરફ 8 બેઠકો પરની પેટાચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ ભાજપે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દીધી છે. આપને જણાવી દઇએ કે, ભાજપના પીઢ નેતા જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી ભાજપે ગુજરાત માટે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક કરી છે. ત્યારે આ અંગે નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી.

  • ભાજપમાં કાર્યકર્તાઓને મહત્વ અપાય છેઃ સી.આર પાટીલ
  • પ્રમુખ પદ માટે મારી કોઈ અપેક્ષા ન હતીઃ સી.આર પાટીલ
  • અમે સીઆર પાટીલનું સ્વાગત કરીએ છીએઃ સીએમ રૂપાણી

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને છેલ્લા કેટલાક સમયગાળાથી અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે ભાજપ હાઇકમાન્ડે નવસારીના સાંસદ અને ભાજપના પીઢનેતા સી.આર.પાટીલને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. હાલ ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ પદે નિમણૂંક થયા બાદ સી.આર. પાટીલે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. 

જેમાં તેમણે કહ્યું કે, ભાજપમાં કાર્યકર્તાઓને મહત્વ અપાય છે, આવું ભાજપમાં જ શક્ય છે. પ્રમુખ પદ માટે મારી કોઈ અપેક્ષા ન હતી. પાર્ટી મારામાં વિશ્વાસ રાખે છે.લોકોની સેવા કરતા રહીશું. વધુમાં તેમણે કહ્યું કે, મારો જન્મ ગુજરાતમાં થયો છે. કારણ કે મારા જન્મ વખતે મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતા.

આગામી પેટાચૂંટણી પર તેમણે કહ્યું કે, 8 બેઠકો પર પેટાચૂંટણી છે, આ તમામ પર ભાજપ જીતશે. હાલ ચૂંટણીને લઇને કાર્યકર્તાઓને જવાબદારી આપવાનું શરૂ થયું છે. અત્યારે પાર્ટી ખુબ જ મજબૂત છે. સંગઠનની શક્તિ સાથે આગળ વધીશું.

નકલી ઇન્જેક્શન અંગે તેમણે કહ્યું કે, 4-5 ઇન્જેક્શન બનાવનાર વ્યક્તિને પોલીસે ઝડપી લીધો છે. હાલ આ તમામ જેલના સળિયા પાછળ છે. આવા કોઇપણ લોકોને બક્ષવામાં નહી આવે. જરૂરિયાતના કારણે લોકો લાલચમાં આવી જતા હોય છે. ઓથોરાઇઝ જગ્યાએથી જ ઇન્જેક્શન લેવા જોઇએ. કોરોનાને વધુ કાબૂમાં લેવા પ્રયાસ કરીશું.

નવા પ્રદેશ પ્રમુખ પદે સી.આર પાટીલની વરણી પર CMનું નિવેદન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સી.આર પાટીનેલ અભિનંદન પાઠવ્યા હતા. સીએમએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપ ખુબ જ વિકાસ સાધશે. સંગઠનનો વ્યાપ પણ વધશે. ભાજપ સારી રીતે વિજય પ્રાપ્ત કરશે. અમે સીઆર પાટીલનું સ્વાગત કરીએ છીએ. કેન્દ્રના નિર્ણયને આવકારીએ છીએ. સી.આર પાટીલ પાયાના કાર્યકર્તા છે, નવા પ્રદેશ પ્રમુખને અમે વધાવીએ છીએ.

મનસુખ વસાવાએ અભિનંદન પાઠવ્યા

ભાજપના નેતા મનસુખ વસાવાએ કહ્યું કે, નવસારીના સાંસદ સીઆર પાટીલ ખુબ જ અનુભવી છે. તેમણે સંગઠનનું ખુબ કામ પણ કર્યું છે. અન્ય રાજ્યોની ચૂંટણીમાં જઇને પોતાની ખુબ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આવા ખુબ અનુભવી વ્યક્તિને પ્રમુખ પદ મળવાથી ભાજપ છેક છેડાવા સુધી જશે. જીતુ વાઘાણીએ પણ ખુબ સારી કામગીરી કરી છે. નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. વર્ષો બાદ આ પાર્ટીનું સ્થાન પણ દક્ષિણ ગુજરાતને મળ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ