બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Meteorological Department forecasts About rainfall
ADVERTISEMENT
અમદાવાદમાં પહેલા વરસાદથી જ ઠેર-ઠેર પાણી ભરાયા છે. વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો છે. એક કલાકના વરસાદમા પુર્વના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાટકેશ્વર સર્કલ વરસાદી પાણીને કારણે બેટમાં ફેરવાયું હતું. તો ખોખરા ગુજરાત હાઉસિંગના માર્ગ પર પણ પાણીમાં ગરકાવ થયું હતું. આ સાથે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ADVERTISEMENT
રાજ્યમાં ચોમાસાની સ્થિતિને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. 17થી 20 જૂન સુધી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે.
ADVERTISEMENT
મુંબઈમાં સતત ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા
ADVERTISEMENT
મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક સ્થળોએ વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે. તો પરેલ વિસ્તારમાં વાહનવ્યવહારને પણ અસર સર્જાઈ છે. માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ થયો છે. તો આ તરફ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર લાંબો ટ્રાફિક જામ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.