બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં અકસ્માતે 3 લોકોનો ભોગ લીધો, મહેસાણામાં તો ડમ્પર ચાલકે 14 વર્ષીય બાળકને કચડી માર્યું

દુર્ઘટના / ગુજરાતમાં અકસ્માતે 3 લોકોનો ભોગ લીધો, મહેસાણામાં તો ડમ્પર ચાલકે 14 વર્ષીય બાળકને કચડી માર્યું

Published By: Priykant Shrimali

Last Updated: 08:17 AM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Accident : બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં 3ના મોત, બાળકનું ડમ્પરની અડફેટે તો અને બે શિક્ષકોનું કાર અકસ્માતમાં અવસાનથી શોકની લાગણી

Gujarat Accident : કડી-થોળ માર્ગ પર એક દર્દનાક અકસ્માતમાં 14 વર્ષીય નેતૃત્ય ઠાકોર નામના બાળકનું ડમ્પર નીચે આવી જતા કરુણ મૃત્યુ થયું છે. વિગતો મુજબ બાળક થોળ તરફ પોતાના કાકાના ઘરેથી પાછું જઈ રહ્યું હતું ત્યારે કડી તરફથી લ્હોર જઈ રહેલા ડમ્પરે તેને અડફેટે લીધો હતો.

આ ઘટના બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મૃતક બાળકના પરિવારજનોમાં શોકનો માહોલ છે.

અરવલ્લી જિલ્લામાં બે શિક્ષકોના દુખદ અવસાન

આ તરફ અરવલ્લી જિલ્લાના રંગપુર ગામ નજીક વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં બે શિક્ષકોનું કરુણ અવસાન થયું છે. મળતી માહિતી મુજબ બોલુન્દ્રા હાઈસ્કૂલ, રાયસિંગપુરના બે શિક્ષકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમની કાર અચાનક ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : કચ્છમાં ભૂકંપ અને નરેન્દ્ર મોદી CM બન્યા, આજે પણ કચ્છી માડુઓ યાદ કરે છે મોદીએ કચ્છમાં વીતાવેલા દિવસો

વિગતો મુજબ અકસ્માતમાં બંને શિક્ષકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને તપાસની કામગીરી હાથ ધરી છે. એક જ ગામના બે શિક્ષકોના અવસાનથી સ્થાનિક શિક્ષણ જગત સહિત સમગ્ર સમાજમાં શોકની લાગણી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aravalli Accident Mehsana

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ