બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'બીજા પક્ષમાંથી જે ભાજપમાં આવે તે...', મહેશ વસાવાના રાજીનામા પર મનસુખ વસાવાનું મોટું નિવેદન
Last Updated: 01:34 PM, 15 April 2025
આદિવાસીઓના અગ્રણી અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય તેમજ છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાના ભાજપ છોડવા મુદ્દે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ''મહેશ વસાવાએ ઉતાવળું પગલું ભર્યુ છે તેમજ બોલાવવા છતાં તેઓ કેટલીક બેઠકમાં હાજર નહોતા રહેતા'' એટલુ જ નહી પરંતુ મનસુખ વસાવાએ એમ પણ કહી દીધું કે, ''મહેશભાઇ સમજ વિનાની વાત કરે છે''
ADVERTISEMENT
''ભાજપની તાકાતને કોંગ્રેસ પણ જાણે છે''
ADVERTISEMENT
સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ''ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા છે અને સાત જન્મ લે તો પણ ભાજપ અને RSSને ખતમ ન કરી શકે, ભાજપને ખતમ કરવાની વાતો કરતા લોકો પોતે જ ખતમ થઇ ગયા છે તેમજ ભાજપની તાકાતને કોંગ્રેસ પણ જાણે છે, વધુમાં કહ્યું કે, ''પાર્ટીની વિચારધારા અને મહેશભાઇની વિચારધારા અલગ હતી''
ઉતાવળું પગલું ભર્યુ છેઃ મનસુખ વસાવા
મનસુખ વસાવાએ કહ્યું કે, ''મહેશભાઈ એક વર્ષ અગાઉ ભાજપમાં જોડાયા હતા ત્યારે ભાજપના તમામ સિનિયર નેતાઓ સાથે પરામર્શ થયો હતો અને ત્યારે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, ભાજપ રાષ્ટ્રીય વિચાર ધારાવાળી પાર્ટી છે. ત્યારે આ તમામ બાબતો તેઓ સમજીને ભાજપમાં જોડાયા હતા અને એક વર્ષ અમે સાથે મળીને કામ પણ કર્યુ છે પરંતુ તેમણે આ ઉતાવળું પગલું ભર્યું છે''
આ પણ વાંચો: હદ થઇ ગઇ! માત્ર 10 રૂ. ન આપતા નશાખોર યુવકે રસ્તા વચ્ચે જ સગીરનું ઢીમ ઢાળી દીધું, લોકો રસ્તા પર ઉતરી આવ્યા
મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. અગાઉ મહેશ વસાવા મારુતિસિંહના માર્ગદર્શનમાં ભાજપમાં જોડાયા હતા. આ તરફ હવે પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો મહેશ વસાવાએ આરોપ લગાવી તેમણે ભાજપને અલવિદા કહી દીધી છે. તો બીજી તરફ મનસુખ વસાવા કહ્યું કે, તેઓ ભાજપની વિચારધારાથી અલગ હતા અને તેમણે આ ઉતાવળું પગલું ભર્યું છે''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.