બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / હદ થઇ ગઇ! માત્ર 10 રૂ. ન આપતા નશાખોર યુવકે રસ્તા વચ્ચે જ સગીરનું ઢીમ ઢાળી દીધું, લોકો રસ્તા પર ઉતરી આવ્યા
Last Updated: 12:30 PM, 15 April 2025
સુરતમાં ગુનાખોરીના વધતા ગ્રાફથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અસામાજિક તત્વોએ સુરતના કાપોદ્રામાં સગીરની હત્યા કરતાં લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચી વિરોધ નોંધાવીને લુખ્ખાતત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે
ADVERTISEMENT
નશાખોરે સગીરનો લીધો જીવ
ADVERTISEMENT
કાપોદ્રામાં નશાખોરે 17 વર્ષીય સગીરની હત્યા કરી નાંખી છે. હીરાના કારખાનામાં કામ કરતા પરેશ વાઘેલા પોતાની બહેન સાથે રાત્રે છૂટીને ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં ઘર નજીક શેરીમાં પ્રભુ શેટ્ટી નામનો નશાખોર રસ્તો રોકીને ઉભો રહી ગયો હતો અને પરેશ પાસે નશો કરવા માટે રૂપિયાની માગ કરવા લાગ્યો હતો. પરેશ વાઘેલા પાસે ભાડાના માત્ર 10 રૂપિયા હોવાથી તેણે રૂપિયા આપવાનો ઈનકાર કર્યો હતો. જેથી આવેશમાં આવીને આરોપીએ પરેશને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝિંકી દીધા હતા. ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા પરેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થઈ ગયું હતું
(તસવીર: આરોપી પ્રભુ મદ્રાસી)
પરિવારના એકના એક દીકરાની હત્યા
આરોપી પ્રભુ મદ્રાસીએ પરેશને ચાકુ માર્યા પછી રિક્ષાચાલકને પણ ચાકુ માર્યું હતું. રિક્ષાચાલક હાલ સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ, મૃતકના પિતા અરવિંદભાઈ અમરેલી જિલ્લાના વતની છે, તેઓ સુરતમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા. આર્થિક મદદ માટે પરેશ વાઘેલા પણ હીરાના કારખાનામાં કામ કરતો હતો અને તેના પિતા ફળની લારી ચલાવે છે. અરવિંદભાઈને 5 સંતાનમાં પરેશ એકનો એક દીકરો હતો. ઘરનો દીપક અકાળે બુઝાઈ જતા પરિવારમાં આક્રંદ સાથે રોષ વ્યાપ્યો છે.
લોકોમાં ભારે રોષ વ્યાપ્યો
ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે આવીને ગણતરીની મિનિટોમાં આરોપી પ્રભુ મદ્રાસી ધરપકડ કરી છે. પરંતુ ઘટનાથી પરિવાર અને વિસ્તારના લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. મોડી રાત્રે લોકોએ કાપોદ્રા પોલીસનો ઘેરાવ કર્યો હતો. આરોપીને ફાંસીની સજા મળે તેવી પરિવારે માગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: રાજકોટમાં સગીરાનો ફોટો મોર્ફ કરીને યુવકે કર્યો વાયરલ, એ પણ સગા વ્હાલાને જ મોકલ્યા
સળગતા સવાલો
રાજ્યમાં કેમ કથળી રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ?
નશાખોરે પરિવારનો દીપક બુઝાવી દીધો જવાબદાર કોણ?
ગુંડા તત્વો નશો કરે અને રૂપિયા બીજા કોઈ કેમ આપે?
કેવી કાર્યવાહી કરીને તંત્ર ઉદાહરણ બેસાડશે?
કહેવાય છે, કે કાયદાના હાથ લાંબા, તો ટૂંકા ક્યાં પડે છે?
મૃતકના પરિવારે ક્યારે અને કેવો ન્યાય મળશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.