બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / Gujarat Legislative Assembly Deputy Speaker Jetha Bharwad appealed to the Bharwad community, saying be educated

સત્ય વચન / ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે ભરવાડ સમાજને કરી ટકોર, કહ્યું આ કામ કરો

Vishnu

Last Updated: 10:55 PM, 23 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોડાસામાં જેઠા ભરવાડનું ભવ્ય સ્વાગત થયું જે બાદ તેમણે શિક્ષણને લઈ સમાજને મહત્વની ટકોર કરી હતી

  • ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ મોડાસામાં
  • "ભરવાડ સમાજ લાકડી છોડી પેન પકડે તે હવે જરૂરી"
  • 'ભરવાડ સમાજ ખૂબ એજ્યુકેશનમાં પાછળ'

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ મોડાસાના પ્રવાસે છે. જ્યાં તેમનું વિશાળ રેલી અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ મીડિયાને સંબોધતી વખતે તેમણે સમાજ માટે શિક્ષણનો પાયો મજબૂત બનાવવા ભરવાડ સમાજના આગેવાનોને અપીલ કરી છે

મોદી સાહેબના સમયમાં પેન ચલાવવાનો સમય આવ્યો: જેઠા ભરવાડ
માલધારી સમાજના તમામ યુવાનોને હું અપીલ કરું છું કે જે સમય લાકડી ચલાવવાનો હતો તે જતો રહ્યો છે.ડિજિટલ ગુજરાતમાં મોદી સાહેબના સમયમાં પેન ચલાવવાનો સમય આવ્યો છે. તો તમામ માલધારી સમાજને મારી અપીલ છે કે લાકડી મૂકી પેન પકડે.  દરેક દીકરીને ભણાવો દીકરાને ભણાવો અને આગળ વધારો તો જ આપણે અન્ય સમાજની હરોળમાં ઊભા રહી શકશું. આપણો સમાજ ખૂબ એજ્યુકેશનમાં પાછળ છે તેથી જ વારંવાર અપીલ કરી રહ્યો છું કે ભણતર પર ધ્યાન આપો એટલે જ સમાજ ઓટોમેટિક આગળ વધશે.

કેમ જેઠા ભરવાડે સમાજને પેન પકડવા કહ્યું?
સ્વાગત કાર્યક્રમ બાદ સમાજને સબોધતી વખતે તેમણે હવે લાકડી છોડી પેન પકડવાની અપીલ કરી હતી.મહત્વનું છે કે હાલ સરકારી તેમજ ખાનગી સેક્ટરમાં બમ્પર ભરતીઓ ચાલી રહી છે. જેથી ભરવાડ સમાજનો યુવાન આમાં પાછળ ન રહી જાય તે માટે તેમણે હાકલ કરી હતી. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે શિક્ષણથી ભરવાડ સમાજ અળગો રહે છે જેના કારણે વધુ મોટો ફટકો પડે છે. આથી સમયાંતરે ચેતી જઈ ખાસ કરીને ભરવાડ સમાજની દીકરીઑ માટે તેમને આ મેસેજ આપ્યો હતો. અને યુવાનોને પણ પહેલાથી ગાય ભેસ ચરાવવાના કામે ન લાગી જતાં ભણવા માટે અપીલ કરી હતી.

નવી સરકારમાં જેઠા ભરવાડનું મહત્વનું સ્થાન
ગુજરાતની નવી સરકાર રચાયા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. જે માટે વિધાનસભાનું બે દિવસના ચોમાસું સત્રના બોલાવવામાં આવ્યુ હતું. વિધાનસભાના અધ્યક્ષ તરીકે તમામની બહુમતી બાદ નીમાબેન આચાર્યની પસંદગી કરવામાં આવી જ્યારે ઉપાધ્યાક્ષ માટે કોંગ્રેસના વિરોધ બાદ પણ જેઠા ભરવાડને બેસાડવામાં આવ્યા છે. ત્યારે નવી સરકારમાં જેઠા ભરવાડને મહત્વનું સ્થાન મળતા આજે મોડાસા પ્રવાસ દરમિયાન જેઠા ભરવાડનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ