બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat kutch heavy rain alert weather forecast

મેઘમહેર / કચ્છમાં બારે મેઘ ખાંગાઃ માંડવીના દરિયામાં જોવા મળ્યો કરંટ, સરહદી ભીટારા ગામે નદીઓ બે કાંઠે

Divyesh

Last Updated: 02:03 PM, 16 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ત્રણ વરસાદી સીસ્ટમ સક્રિય થઇ જતાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં અવરિત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કચ્છમાં બારે મેઘ ખાંગા જોવા મળી રહ્યાં છે. કચ્છમાં ભારે વરસાદથી નદી-નાળા સહિત ડેમમાં નવા નીરની આવક જોવા મળતાં જળસપાટીમાં વધારો જોવા મળ્યો છે.

  • કચ્છ જિલ્લામાં બારે મેઘ ખાંગા
  • અબડાસામાં મુશળધાર વરસાદ
  • માંડવીના દરિયામાં જોવા મળ્યો કરંટ

સરહદી ભીટારા ગામે નદી બે કાંઠે વહેતી થઇ

કચ્છ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. ભારે વરસાદના કારણે સરહદી ભીટારા ગામે નદી બે કાંઠે વહેતી થઇ છે. નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા નદીના પાણી કોઝ-વે પર ફરી વળ્યા છે. કોઝ-વે પર પાણી આવતા વાહનવ્યવહાર ખોરવાયો છે.

અબડાસામાં મુશળધાર વરસાદ

કચ્છના અબડાસામાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે. મુશળધાર વરસાદના કારણે અબડાસાની નદીઓ બે કાંઠે વહી રહી છે. મોથાળા, સાંધવ, કોઠારાની નદીઓ બે કાંઠે થઇ છે. બેરાચીયા, ભાચૂંડાની નદીઓ પણ બે કાંઠે વહેતી થઇ છે. ભારે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 

કચ્છના મુંદ્રામાં ધોધમાર વરસાદ

કચ્છના મુંદ્રામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી નદી-ડેમમાં પાણીની આવક વધી છે. બરાયા ગામની નદીના પાણી કોઝ-વે પર ફરી વળ્યાં છે.

મુન્દ્રા-માંડવી તાલુકામાં વરસાદ

કચ્છના મુન્દ્રા-માંડવી તાલુકા પર મેઘરાજા મહેરબાન થયા છે. અહીં  કચ્છના બોચા,કારાઘોઘા,વાંકીપત્રી વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે. બેરાજા,કોડાય સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.  ભારે વરસાદના પગલે નદી-નાળાઅને ડેમમાં નવા નીરની આવક વધી છે.

બાબીયા ગામે ખેતરોમાં ભરાયા પાણી

કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. કચ્છમાં અનેક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. કચ્છના બાબીયા ગામે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન થયું છે. જ્યારે બીજી તરફ રસ્તાઓ પણ પાણી પાણી થઇ ગયા છે.

માંડવી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

કચ્છના માંડવી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ભારે વરસાદના કારણે માંડવી બીચ બંધ કરવામાં આવ્યો છે. માંડવી બીચ પર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારે વરસાદ અને પવનને લઇ દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં કરંટ જોવા મળતા માંડવી બીચ બંધ કરવામાં આવ્યો છે.

માંડવીમાં મેઘમહેર યથાવત

કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મુશળધાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. માંડવીમાં પણ મેઘમહેર થઇ છે. ભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. માંડવીના મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. બજારોમાં પાણી વહેતા થતા નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. બજારમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ