ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:14 PM, 10 March 2026
ADVERTISEMENT
Bhuj Mirjapar Kumar School : કચ્છથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા મીરજાપર ગામમાં કુમાર શાળાના લોકાર્પણને લઈને વિવાદ સર્જાયો છે. શાળાના નિર્માણની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા હોવા છતાં શાળાનું લોકાર્પણ કરવામાં આવતા વાલીઓ અને સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ મીરજાપર ગામમાં બનેલી કુમાર શાળાના બિલ્ડિંગ અંગે શરૂઆતથી જ નબળી ગુણવત્તાની ફરિયાદો થઈ રહી હતી. કેટલાક વાલીઓએ શાળાના બાંધકામની મજબૂતી અને કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમ છતાં આ તમામ મુદ્દાઓ વચ્ચે જ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ADVERTISEMENT

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક બીજી ચર્ચાસ્પદ ઘટના પણ સામે આવી. જણાવાય છે કે, કુમાર શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં કુમાર વિદ્યાર્થીઓ હાજર ન હોવા છતાં કાર્યક્રમ યોજાયો. સંખ્યા બતાવવા માટે કાર્યક્રમમાં કુમારિકાઓને હાજર રાખવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : વડોદરામાં 36 ગોડાઉન ખાલીખમ, તો સુરતમાં ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓનો જમાવડો
સ્થાનિકોનો શું છે આક્ષેપ ?
ADVERTISEMENT
આ તરફ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, રાજકીય આગેવાનોના આગ્રહને કારણે શિક્ષણ વિભાગ પણ નબળું પડ્યું અને યોગ્ય તપાસ કે કાર્યવાહી કર્યા વગર જ શાળાનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું. જેના કારણે શિક્ષણ વ્યવસ્થાની કામગીરી પર પણ પ્રશ્નો ઉભા થયા છે. આ ઘટનાને લઈ કેટલાક વાલીઓએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો. તેઓનું કહેવું છે કે, જો શાળાના બાંધકામમાં ખરેખર ખામીઓ હોય તો પહેલા તેની યોગ્ય તપાસ થવી જોઈએ અને જરૂરી સુધારા કર્યા પછી જ શાળાને શરૂ કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.