ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / વડોદરામાં 36 ગોડાઉન ખાલીખમ, તો સુરતમાં ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓનો જમાવડો

અછત / વડોદરામાં 36 ગોડાઉન ખાલીખમ, તો સુરતમાં ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓનો જમાવડો

Published By: Priykant Shrimali

Last Updated: 02:09 PM, 10 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Commercial Gas Shortage : ગુજરાતમાં કોમર્શિયલ ગેસની અછત, વડોદરામાં ગોડાઉન ખાલી, સુરતમાં પ્લાન્ટ બહાર ડિસ્ટ્રીબ્યુટર્સની લાઈનો, કચ્છ જિલ્લામાં પણ કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો ખોરવાયો

ADVERTISEMENT

Gujarat Commercial Gas Shortage : મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળી રહી છે. વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ LPG ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. તેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે.

વડોદરામાં 36 ગોડાઉન ખાલી

વડોદરામાં હાલ કોમર્શિયલ ગેસની ગંભીર અછત ઉભી થઈ છે. શહેરના લગભગ 36 ગોડાઉનમાં ગેસ સિલિન્ડરનો જથ્થો ખતમ થઈ ગયો છે. અગાઉ દરરોજ બે ટ્રક ગેસનો પુરવઠો મળતો હતો, પરંતુ હાલમાં એક ટ્રક પણ મુશ્કેલીથી મળી રહ્યો છે. ગેસનો પુરવઠો ખોરવાતા હોટલો, રેસ્ટોરન્ટ્સ અને કેટરિંગ વ્યવસાય પર સીધી અસર પડી રહી છે. ઘણા વેપારીઓને રોજિંદો વ્યવહાર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ફરસાણ બનાવતા કારખાનાઓમાં પણ ઉત્પાદન ધીમું પડ્યું છે.

સુરતમાં ગેસ પ્લાન્ટ બહાર વાહનોની ભીડ

સુરતમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. અહીં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી જ ગેસ મળી રહ્યો નથી. પરિણામે ગેસ પ્લાન્ટ બહાર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. શહેરના લગભગ 67 જેટલા કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને છેલ્લા બે દિવસથી ગેસનો જથ્થો મળ્યો નથી. HP Gas, Indian Gas અને Bharat Gas જેવી કંપનીઓમાં પણ અછત જોવા મળી રહી છે. જેના કારણે રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગેસનો પૂરતો પુરવઠો પહોંચી શકતો નથી.

કચ્છમાં પણ અસર

ગેસની અછત માત્ર મોટા શહેરો સુધી મર્યાદિત નથી. કચ્છ જિલ્લામાં પણ કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો ખોરવાયો છે. રાજકોટથી આવતો ગેસનો જથ્થો ઘટતા અનેક રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક રેસ્ટોરન્ટોમાં મહિને 30 જેટલા સિલિન્ડર વપરાતા હોય છે, પરંતુ હાલ સિલિન્ડરની મર્યાદિત સપ્લાયને કારણે કામકાજ ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જો આવી સ્થિતિ લાંબી ચાલે તો કેટલાક રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત આવી શકે છે.

ડેરી અને ઉદ્યોગોમાં ગેસ પર કાપ

ગેસની અછતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કેટલાક ક્ષેત્રોમાં ગેસના પુરવઠા પર કાપ મૂકવામાં આવ્યો છે. માહિતી અનુસાર ઇન્ડસ્ટ્રીયલ ગેસ સપ્લાયમાં લગભગ 50 ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ફર્ટિલાઇઝર કંપનીઓ અને ડેરી ઉદ્યોગમાં વપરાતા ગેસમાં 40 ટકા કાપ મુકાયો છે. ડેરી ઉદ્યોગનું ઉત્પાદન મોટાભાગે ગેસ પર આધારિત હોવાથી આ કાપની અસર સીધી રીતે પ્રોડક્શન પર પડી શકે છે.

ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન

આ તરફ સમગ્ર મામલે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ઘરગથ્થુ રાંધણ ગેસના પુરવઠાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રાજ્યમાં એકપણ ઘરનો ચૂલો બંધ ન થાય તે માટે સરકાર આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર હાલમાં કોઈ સત્તાવાર કાપ મૂકવામાં આવ્યો નથી, પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ગેસનો ઉપયોગ નિયંત્રિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : CM-ડે. સીએમ દિલ્હીના પ્રવાસે, યોજાશે મહત્વની બેઠક, કરાશે સમીક્ષા

આ બધાની વચ્ચે હવે મધ્ય પૂર્વની પરિસ્થિતિ સ્થિર ન થાય ત્યાં સુધી ગેસના પુરવઠા પર અસર રહેવાની શક્યતા છે. જો પુરવઠો ઝડપથી સુધરે નહીં તો હોટલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય ઉદ્યોગો માટે આગામી દિવસો વધુ પડકારજનક બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG cylinder shortage Commercial gas supply Gujarat Dairy industry gas impact

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ