બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એરપોર્ટના નામે રાજ્યમાંથી ઝડપાયું એવું ફ્રોડ રેકેટ, કે ખુદ ઓથોરિટીએ કરવી પડી અપીલ

બચ કે રહેના / એરપોર્ટના નામે રાજ્યમાંથી ઝડપાયું એવું ફ્રોડ રેકેટ, કે ખુદ ઓથોરિટીએ કરવી પડી અપીલ

Priykant Shrimali

Last Updated: 01:55 PM, 10 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Keshor Airport : આ ફેક મેસેજમાં ઠગો કહે છે કે, "અમારા તરફથી ભૂલથી તમને વધારે પેમેન્ટ થઈ ગયું છે, તમે તમારું પેમેન્ટ અમને પાછું મોકલવો અને પછી...

Keshor Airport : ગુજરાત સહિત દેશભરમાં સતત ઓનલાઈન ફોર્ડના કિસ્સાઓ વધી રહ્યા છે. આ તરફ હવે કેશોદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ કેશોદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ઠગાઈના કેસોમાં ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને કેશોદ એરપોર્ટના નામનો ઉપયોગ કરીને અજાણ્યા ઠગો વેપારીઓ અને સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. અનેક લોકોએ આ અંગે પોલીસમાં ફરિયાદો નોંધાવી છે.

શું છે સમગ્ર મામલો ?

વિગતો પ્રમાણે ઠગો કેશોદ એરપોર્ટના અધિકારી અથવા ખરીદી વિભાગના કર્મચારી હોવાનું બતાવી વેપારીઓનો સંપર્ક કરે છે. તેઓ વિશ્વસનીય અને પ્રોફેશનલ ટોનમાં વાતચીત કરીને વેપારીઓને ભ્રમિત કરે છે. ઠગો તાત્કાલિક મોટા ઓર્ડર આપવાનું કહે છે, જેમ કે પાણીની બોટલ અને અન્ય જરૂરી વસ્તુઓ, અને પછી પેમેન્ટની વાત આવે ત્યારે વેપારીઓને ફેક મેસેજ મોકલવામાં આવે છે.

પહેલા વિશ્વાસ કેળવી અને પછી...

આ ફેક મેસેજમાં ઠગો કહે છે કે, "અમારા તરફથી ભૂલથી તમને વધારે પેમેન્ટ થઈ ગયું છે, તમે તમારું પેમેન્ટ અમને પાછું મોકલવો." વ્યાપારીઓ આ મેસેજને સાચું માનીને પેમેન્ટ મોકલી દે છે અને આ રીતે અનેક વેપારીઓ આ ઠગાઈનો ભોગ બની ચૂક્યા છે. ફ્રોડ કરનારા લોકો મેસેજમાં દર્શાવેલ રકમને બેંક ડિટેઇલ્સથી ભિન્ન બતાવે છે, જેથી લોકોને લાગતું હોય કે તે સાચો મેસેજ છે.

આ પણ વાંચો : હિંમતનગર તાલુકામાં બંધનું એલાન, જુઓ કેમ અને ક્યારે?

શું કહ્યું કેશોદ એરપોર્ટ ઓથોરિટીએ ?

કેશોદ એરપોર્ટ ડિરેક્ટર શફીક શાહે જણાવ્યું કે, એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈપણ પ્રકારના ફોન કોલ અથવા પેમેન્ટની વિનંતી કરવામાં આવતી નથી. એરપોર્ટના અધિકારીઓ દ્વારા જરૂરી માહિતી માત્ર ઓફિશિયલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. જો કોઈ એ પ્રકારની ભ્રમિત વાત કરવામાં આવે તો તરત જ પોલીસ અને એરપોર્ટ ઓથોરિટીનો સંપર્ક કરવો જોઈએ. કેશોદ અને આસપાસના વેપારીઓ તેમજ યુવાનોને આ પ્રકારના ઠગાઈથી સાવચેત રહેવાની જરૂર છે. ઈન્ટરનેટ અને ફોન દ્વારા મળતા સંદેશાઓની સાચાઈ હંમેશાં ચકાસવી જોઈએ અને શંકાસ્પદ વાતો સામે પોલીસને જાણ કરવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Keshod Airport Online Fraud Modus Operandi
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ