બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હિંમતનગર તાલુકામાં બંધનું એલાન, જુઓ કેમ અને ક્યારે?

વિવાદ / હિંમતનગર તાલુકામાં બંધનું એલાન, જુઓ કેમ અને ક્યારે?

Vishal Khamar

Last Updated: 01:21 PM, 10 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના હિંમતનગરમાં હુંડાના વિરોધને લઈ વિવિધ સંગઠનો દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. ભાજપના કેટલાક આગેવાનો દ્વારા પણ હુંડા મુદ્દે ટેકો આપ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને આસપાસનાં ગામોમાં હુંડાના વિરોધને લઇ 12 ડિસેમ્બરે બંધનું એલાન કરવામાં આવ્યું છે. વિવિધ સામાજિક, વેપારી અને રાજકીય સંગઠનો એકસ્વરે આ બંધને સમર્થન આપી રહ્યા છે.

હુંડા મુદ્દે લોકોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. જેને ધ્યાનમાં લઈ અનેક સંગઠનો આગળ આવ્યા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ભાજપ સાથે સંકળાયેલા કેટલાક સહકારી આગેવાનો પણ ખુલ્લેઆમ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

હુંડા હેઠળ આવતાં 11 ગામડાઓના લોકો પણ આ વિરોધમાં સક્રિય થયા છે. હિંમતનગર તાલુકાના મોટાભાગના ગામોએ બંધને સમર્થન આપ્યું છે. લારી-ગલ્લા વાળા, નાના-મોટા વેપારીઓ, મોલ સંચાલકો સહિતના વેપારી વર્ગે પણ 12 ડિસેમ્બરે તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

વધુમાં, 11 ગામોના વાલીગણે પોતાના બાળકોને તે દિવસે શાળાએ ન મોકલવાનો નિર્ણય કર્યો છે. જ્યારે અનેક ખાનગી શાળાઓએ પણ બંધને સમર્થન આપ્યું છે.

હિંમતનગર શહેર અને આસપાસના 11 ગામોમાં સંપૂર્ણપણે સજ્જડ બંધ પાળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હુંડા હટાવવાની માંગને લઈને વિવિધ સંગઠનો કટિબંધ થઈ એકજુટતાથી આગળ વધતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ 5 મહિના પહેલા જ રિપોર્ટમાં ખ્યાલ આવી ગયેલો કે સુભાષબ્રિજ...! તો કેમ તંત્રએ કર્યા આંખ આડા કાન?

આંદોલનકારીઓનો સ્પષ્ટ મત છે કે જનતા પર અન્યાયકારી હુંડા બિલનો બોજ ન આવવો જોઈએ, અને આ મુદ્દે સરકાર તાત્કાલિક ખેતી-મજૂર અને સામાન્ય નાગરિકોને રાહત આપે. 12 ડિસેમ્બરના બંધને લઇ વિસ્તારના લોકોમાં જાગૃતતા અભિયાન પણ ચાલી રહ્યું છે અને બંધને સંપૂર્ણ સફળ બનાવવા સ્થાનિક આગેવાનો અપીલો કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Himmatnagar news Sabarkantha news bandh announcement
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ