બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 5 મહિના પહેલા જ રિપોર્ટમાં ખ્યાલ આવી ગયેલો કે સુભાષબ્રિજ...! તો કેમ તંત્રએ કર્યા આંખ આડા કાન?
Last Updated: 01:02 PM, 10 December 2025
અમદાવાદના સુભાષબ્રિજને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાંચ મહિના પહેલાના રિપોર્ટમાં બ્રિજ ક્ષતિવાળો હોવાનો ઉલ્લેખ થયો હતો. કન્સલ્ટન્સી એજન્સી પંકજ એમ પટેલ દ્વારા ઈન્સ્પેક્શન કરાયું હતું. બ્રિજના કેન્ટીલીવરની હાલત ગંભીર હોવાનો ઉલ્લેખ થયો હતો. બ્રિજ સ્ટ્રક્.ચર બેલેન્સ્ટ હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. રિપોર્ટમાં ઉલ્લેખ છતાં બ્રિજ મામલે એએમસીનું બ્રિજ પ્રોજેક્ટ વિભાગ ગંભીર ન થયું હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT

રિપેરિંગ અને તોડવાને લઈ એએમસી ચિંતિત બની
ADVERTISEMENT
સુભાષબ્રિજના રિપેરિંગ અને તોડવાને લઈ એએમસી ચિંતિત બની છે. અમદાવાદના સુભાષબ્રિજ પરથી ગેસ લાઈન પસાર થઈ રહી છે. બ્રિજ રિપેરિંગમાં ગેસ લાઈન નડતર હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. હાઈ પ્રેશર ગેસ પાઈપ લાઈન હોવાથી બ્રિજ રિપેરિંગમાં તકલીફ આવી શકે છે. બ્રિજ તોડવામાં આવે તો પણ ગેસ પાઈપ લાઈનનું શું કરવું એ બાબતે એએમસી ચિંતિંત છે. બ્રિજ તોડવા બાબતે આજે કમિશ્નરને રિપોર્ટ કરવામાં આવશે. રિપોર્ટમાં ગેસ પાઈપ લાઈનને લઈને પણ એક્સપર્ટ ઉકેલ આપશે.
આ પણ વાંચોઃ અમદાવાદની એકસાથે 13 સ્કૂલો સીલ, સરખેજ, જુહાપુરા વિસ્તારની સંસ્થાઓ વિરૂદ્ધ એક્શન
ADVERTISEMENT
અમદાવાદનો સુભાષબ્રિજ હવે 25 ડિસેમ્બર સુધી બંધ
અમદાવાદનો સુભાષબ્રિજ હવે 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે. પ્રાથમિક તપાસમાં બ્રીજની પરિસ્થિતિ જોખમી હોવાનું સામે આવ્યું છે. બ્રિજ નજીક ખાસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. બ્રિજ રિપેર અને તોડવા મુદ્દે હવે રાજ્ય સરકાર નિર્ણય કરશે. એરપોર્ટને જોડતો બ્રિજ હોવાથી Amc અને રાજ્ય સરકાર ઝડપી કામગીરી કરી રહ્યા છે. એમ. પેનલના રિપોર્ટ આવ્યા પછી તાત્કાલિક ધોરણે બ્રિજ અંગે નિર્ણય લેવામાં આવશે. જો બ્રિજ તોડવામાં આવશે તો નવા બ્રિજને ઝડપી બનાવવા તંત્ર નું આયોજન કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.