બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની એકસાથે 13 સ્કૂલો સીલ, સરખેજ, જુહાપુરા વિસ્તારની સંસ્થાઓ વિરૂદ્ધ એક્શન

કાર્યવાહી / અમદાવાદની એકસાથે 13 સ્કૂલો સીલ, સરખેજ, જુહાપુરા વિસ્તારની સંસ્થાઓ વિરૂદ્ધ એક્શન

Vishal Khamar

Last Updated: 12:39 PM, 10 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનની કુલ 13 સ્કૂલ સામે એએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં BU પરમિશન વગર ચાલતી શૈક્ષણિક સંસ્થાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોપલ, સરખેજ, જુહાપુરા અને મકતમપુરા વિસ્તારમાં આવેલી અનેક પ્રિસ્કૂલ અને શૈક્ષણિક સંસ્થાઓને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે.

તંત્રની આ ઝુંબેશમાં બોપલની કિડ્ઝી પ્રિ-સ્કૂલ, એન્સીઅન્ટ સ્પ્રાઉટ, યુરો કિડ્સ સહિત કુલ 13 સ્કૂલ્સને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવી. BU પરમિશન વિના ચાલી રહેલી આ સંસ્થાઓ બાળકોની સુરક્ષા અને બિલ્ડિંગ સ્ટ્રક્ચરલ સેફ્ટીને જોખમરૂપ હોઈ શકે એવી તંત્રની પ્રાથમિક નોંધમાં સામે આવ્યું હતું.

શાળામાં પોતાના બાળકોને મૂકવા આવેલા અનેક વાલીઓએ AMCના આ પગલાને સમર્થન આપ્યું હતું. વાલીઓનું કહેવું છે કે તંત્રએ બાળકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લીધો છે. “શાળા કેટલી પણ સારી હોય, પરંતુ સુરક્ષા પ્રથમ છે. એવા અભિપ્રાયો વાલીઓએ વ્યક્ત કર્યા.

આ પણ વાંચોઃ સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયંકર આગ, 20થી વધુ દુકાનો બળીને ખાક, 150 ફાયર જવાન ઘટનાસ્થળે

AMCએ જણાવ્યું કે શહેરમાં અનધિકૃત રીતે ચાલતી અન્ય શૈક્ષણિક સંસ્થાઓની પણ તપાસ ચાલી રહી છે અને જ્યાં જરૂરી હશે ત્યાં આગળ પણ આવા પગલાં લેવાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BU Permission Schools Seal Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ