બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયંકર આગ, 20થી વધુ દુકાનો બળીને ખાક, 150 ફાયર જવાન ઘટનાસ્થળે

બનાવ / સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયંકર આગ, 20થી વધુ દુકાનો બળીને ખાક, 150 ફાયર જવાન ઘટનાસ્થળે

Vishal Khamar

Last Updated: 12:14 PM, 10 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ટેક્ષટાઈલ માર્કેટમાં આગ લાગતા દોડાદોડી મચી જવા પામી હતી. લિફ્ટમાં આગ લાગ્યા બાદ આગ ઉપર પ્રસરી હતી.

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે સવારે ભીષણ આગ લાગી છે. સવારે લગભગ 8 વાગ્યે લાગેલી આ આગને કારણે બજારના 3, 5 અને 9મા માળ પર ભારે નુકસાન નોંધાયું છે. શરૂઆતના અનુમાન મુજબ શોર્ટ સર્કિટને કારણે આગ લાગેલી હોવાનું મનાય છે.

માર્કેટમાં ધુમાડાના ગોટા આકાશમાં દેખાયા

આગ લાગ્યા બાદ માર્કેટમાંથી ધુમાડાના ગોટા આકાશમાં દેખાતા હતા. ત્યારબાદ ડ્રોન દ્વારા લેવામાં આવેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં આગની ભયાનકતા સ્પષ્ટ જોવા મળી રહી છે. ડ્રોન વિડિઓમાં મોટા ભાગના વિભાગમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળતી દેખાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, આગે 20 જેટલી દુકાનોને પોતાની ઝપેટમાં લીધી છે. જેના કારણે લાખોની કિંમતનું નુકસાન થવાનું અનુમાન છે.

આ પણ વાંચોઃ રમતા-રમતા 4 વર્ષની બાળકીના નાકમાં ઘૂસી ગયું રબરનું સ્પોન્જ, અને પછી...!

ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું

સુરત મ્યુનિસિપલ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસે તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું હતું. લગભગ 22થી વધુ ફાયર ફાયટરની ગાડીઓ અને અંદાજે 150 જેટલા ફાયર બ્રિગેડના જવાનો આગ કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે તહેનાત કરાયા છે. પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટ વિસ્તારમાં પહેલા આગ લાગી હતી, જે બાદ તે ઉપરના માળે ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના જવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat textile market Surat fire Surat textile market fire
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ