બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જુનાગઢમાં સગીરે મોટા ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરીને લાશ દાટી દીધી, કારણ ખૌફનાક

ગુજરાત / જુનાગઢમાં સગીરે મોટા ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરીને લાશ દાટી દીધી, કારણ ખૌફનાક

Published By: Hiralal Parmar

Last Updated: 10:32 AM, 1 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના જુનાગઢમાં ડબલ મર્ડરથી સનસની મચી છે. સગીરે તેના મોટા ભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરી નાખી હતી.

જુનાગઢના વિસાવદરના શોભાવડલા ગામમાં એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે. સગીરે તેના મોટાભાઈ અને ગર્ભવતી ભાભીની હત્યા કરીને બન્નેની લાશ દાટી દીધી હતી.

ખોડિયાર આશ્રમમાં શું બન્યું?

શોભાવડલના ખોડીયાર આશ્રમમાં સગીર વયના છોકરાએ તેના મોટા ભાઈ શિવમની લોખંડની પાઈપ ફટકારીને હત્યા કરી નાખી હતી, ભાભી જોઈ જતાં તેની પણ હત્યા કરી નાખી હતી.

હત્યા કરીને લાશ દાટી

આરોપીએ ભાઈ અને ભાભીની હત્યા કરીને લાશ દાટી દીધી હતી. આ ખૌફનાક બનાવના 12 દિવસ બાદ સગીર અને તેની માતાએ વહુના પિતાને ફોન કરીને કહ્યું કે તમારા દીકરી-જમાઈનો ગંભીર અકસ્માત થયો છે અને બંને મૃત્યુ પામ્યા છે. અકસ્માત ગંભીર હોવાથી અમે તેમની દફનવિધિ પણ કરી દીધી છે પરંતુ પિયરવાળાએ શંકા પડતા અકસ્માતના ફોટા માગ્યા ત્યારે મામલાનો ભાંડો ફૂટ્યો હતો.

12 દિવસ પહેલા હત્યા પછી ભાંડો ફૂટ્યો

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ સગીર આરોપીએ આ હત્યાને 12 દિવસ પહેલા અંજામ આપ્યો હતો. પોલીસે સગીર આરોપીની અટકાયત કરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો : VIDEO : પ્રેમીપંખીડાએ ફૂલ સ્પીડમાં જતી બાઈકનું આગળનું વ્હીલ ઉંચું કરી નાખ્યું, પછી બન્યું ખૌફનાક

શું છે કારણ

હત્યાકાંડ પાછળનું કારણ એવું છે કે સગીર ભાઈને દારુ પીવાની ટેવ હતી અને અવારનવાર દારુ પીને ઘરમાં ઝગડો કરતો હતો. ભાઈ-ભાભી તેને ઠપકો આપતા હતા આથી ઉશ્કેરાઈને તેણે સુતેલા ભાઈની હત્યા કરી નાખી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

junagadh gujarat

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ