બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ, જાણો બે દિવસના કાર્યક્રમો
Last Updated: 03:09 PM, 26 June 2026
Amit Shah In Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમો, સમીક્ષા બેઠકો અને જાહેર પહેલોમાં ભાગ લેશે. વિગતો મુજબ આ પ્રવાસ દરમિયાન ગાંધીનગરમાં સહકાર આધારિત ટેક્સી સેવા સંબંધિત કાર્યક્રમને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ સેવા સહકારી મોડલ પર આધારિત પરિવહન વ્યવસ્થાને વધુ પ્રોત્સાહન આપવાના પ્રયાસનો ભાગ માનવામાં આવે છે. ભારત ટેક્સી પહેલ અગાઉ સહકારી મોડલ હેઠળ શરૂ કરાઈ હતી અને તેમાં ડ્રાઈવર કેન્દ્રિત માળખા પર ભાર મૂકાયો હતો.
ADVERTISEMENT

જાણો શું છે અમિત શાહનો શિડ્યુલ ?
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ રાજ્યમાં વિવિધ વહીવટી, જાહેર અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન શનિવારે તેઓ ચાર અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમો અને બેઠકોમાં હાજરી આપશે. દિવસની શરૂઆત સવારે 11 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરથી સહકાર આધારિત ટેક્સી સેવાના શુભારંભ સાથે થશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં જિલ્લા વિકાસ, સંકલન અને મોનિટરિંગ કમિટીની કામગીરી અને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
આ પણ વાંચો : રાજકોટ ડિમોલિશનમાં અધિકારીઓએ કટકી કરી, ભાજપના નેતાએ ઉઠાવ્યા સવાલ
ADVERTISEMENT
આ તરફકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમ મુજબ સાંજે 4:45 વાગ્યે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે યોજાનારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપશે. ત્યારબાદ સાંજે 6:30 વાગ્યે અમદાવાદના રાણીપ વિસ્તારમાં યોજાનારા લોક દરબારમાં હાજરી આપી લોકો સાથે સીધો સંવાદ કરશે. સમગ્ર પ્રવાસને વિકાસ, જનસંપર્ક અને વહીવટી સમીક્ષાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.