બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat High Court Auto generate date system launched to speed up justice system

સુવિધા / ગુજ. હાઈકોર્ટના તમામ કેસોનો આવશે ઝડપી નિકાલ, ઓટો જનરેટ ડેટ સિસ્ટમ શરૂ, આયોજન ફટાફટ

Dinesh

Last Updated: 08:29 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat high court: ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયની પ્રણાલી ઝડપી બનાવવા માટે ઓટો જનરેટ ડેટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે

  • હાઈકોર્ટના તમામ કેસોનો નિકાલ કરાશે
  • ઓટો જનરેટ ડેટ સિસ્ટમ શરૂ કરવામાં આવી
  • કેસને ફટાફટ તારીખ મળે તેવું આયોજન
  • ન્યાયની પ્રણાલી ઝડપી બને તેવી આશા


ગુજરાત હાઈકોર્ટમાં તમામ કેસોનો ઝડપી નિકાલ કરવા માટે ચીફ જસ્ટિસે એક સિસ્ટમની શરઆત કરાવી છે. જે 'ઓટો જનરેટ ડેટ સિસ્ટમ' થકી દરેક કેસને ફટાફટ તારીખ મળી જાય અને કેસનો નિવેડો આવે તેને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ સિસ્ટમથી હવે કોર્ટમાં ન્યાયની પ્રણાલી ઝડપી બને તેવી આશા છે.

ગુજરાતમાં કોઈપણ કેસ આગામી નવી મુદ્દત વગરનો નહીં રહે, હાઈકોર્ટનો મહત્વનો  નિર્ણય, આવી રીતે થશે સિસ્ટમેટિક કામ | An important decision has been taken  by the Gujarat ...

'દૂરગામી પરિણામો સારા આવશે'
આ બાબતે એડવોકેટ હાર્દિક બારોટએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમના કારણે 20થી 25 વર્ષ જુના કેસો પણ બોર્ડ પર આવવા લાગ્યા છે. જે લોકોને તારીખ જ ન હોતી મળતી તે તમામને હવે તારીખ પણ મળી જશે. જેના કરાણે જૂના કેસો કે જેની લોકો રાહ જોઈ રહ્યાં હતાં તેનું પણ નિરાકરણ આવશે. આ પ્રણાલીના કારણે દૂરગામી પરિણામ સારા આવશે. 

વાંચવા જેવું:  સરકારી નોકરીઓમાં આ વર્ગ માટે મોટો નિર્ણય, 1 વર્ષનો મળશે ફાયદો, ઓજસ પોર્ટલમાં પણ અપડેટ થશે

'વર્ષો જૂના પેન્ડિંગ કેસો બોર્ડ પર આવશે'
ઓટો જનરેટ ડેટ સિસ્ટમ વિશે તેમણે વાત કરતા કહ્યું કે, ચીફ જસ્ટિસ દ્વારા શરૂ કરાયેલી નવી પહેલાના કારણે જે વર્ષો જૂના પેન્ડિંગ કેસો છે તેમની પણ તારીખો આવશે. જે મેટર કટઓફમાં જતી રહેતી હતી અને જેમાં લાસ્ટ ડિસ્ટન્સ ડેટ જ દેખાતું હતું જે મેટર ભવિષ્યમાં ક્યારે બોર્ડ પર આવશે તેનો કોઈને ખ્યાલ આવતો જ ન હતો, તેની પણ હવે તારીખ જાણવા મળશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ