બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat heavy rain threat still in 12 districts forecast till July 17, 18 reservoirs on high alert

વરસાદ / ગુજરાત પર અતિભારેનો ખતરો તોળાયો, હવે 12 જિલ્લામાં 17 જુલાઇ સુધીની આગાહી, 18 જળાશયો હાઇએલર્ટ પર

ParthB

Last Updated: 07:33 AM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પર વરસાદી આફત યથાવત, 17 જૂલાઇ સુધી અતિભારે વરસાદની આગાહી થતા NDRF-SDRFની 18-18 ટીમો તૈનાત કરી દેવાઈ

  • ગુજરાતમાં વરસાદ હજુ 5 દિવસ બોલાવશે બઘડાટી
  • 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
  • NDRF-SDRFની વધુ ટુકડીઓ તૈનાત કરાઇ

રાજ્યમાં 13 થી 17 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદની પડ્યો છે.અમદાવાદમાં પણ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે. દ્વારકા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 94 ટકા 12 જુલાઇ સુધી પડી ગયો છે. આ સિવાય મહેસાણા, ગાંધીનગર, દાહોદમાં પણ સારા વરસાદના વરતારા છે.

12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું 

ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, દ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે. 

NDRF-SDRFની ટુકડીઓ ખડેપગે

આ સાથે સાથે રાહત બચાવને લઈને પણ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. NDRF-SDRFની 18-18 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ઉપરોકત રેડ એલર્ટ વાળા જિલ્લાઓમાં જરૂર પડ્યે ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જશે.

18 જળાશયો હાઇએલર્ટ મોડ પર

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ગુજરાતમાં નદી હોય કે નાળા, ડેમ હોય કે જળાશયો બધુ જ પાણી પાણી થઈ ગયું છે. રાજ્યમાં કુલ 18 જળાશયો હાઇએલર્ટ પર મુકાયા છે. અને 8 જળાશયોની સપાટી ભયજનક સ્તર પર પહોંચાવા આવી છે. આપને જણાવી દઈએ કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલની સ્થિતિએ 47.71 ટકા પાણીનો સંગ્રહ છે . જ્યારે અન્ય 206 જળાશયોમાં સંગ્રહ શક્તિના 33.61 ટકા પાણીથી ભરેલા છે.

મંગળવારે 161 તાલુકાઓમાં વરસાદ

ત્યારે રાજ્યમાં મંગળવારે 161 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. વાગરામાં સૌથી વધુ 9.5 ઈંચથી વધુ વરસાદ જ્યારે અંજારમાં 8.5 ઈંચ, ભુજમાં 8 ઈંચ, ગાંધીધામમાં 7 ઈંચ, વઘઈ અને નખત્રાણામાં 6 ઈંચ વરસાદ, આહવા,રાજકોટ,કરજણમાં 5.5 ઇંચ વરસ્યો વરસાદ, વ્યારામાં 5 ઈંચ વરસાદ, ભરૂચમાં 4.75 ઈંચ, ડોલવણ અને વાંસદામાં 4.5 ઇંચ વરસાદ, જોડીયા અને માંડવીમાં 4.5 ઈંચ વરસાદ, સોનગઢ અને ઉમરપાડામાં 4.25 ઇંચ, ઝઘડીયા,મહુવા,પાદરા અને સુબીર,અબડાસા અને વાલોદમાં 4 ઇંચ વરસાદ, ભાભર,કચ્છના માંડવીમાં અને અંકલેશ્વરમાં 3.5-3.5 ઈંચ વરસાદ વરસાદ પડ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain High Alert forecast gujarat threat આગાહી ખતરો ગુજરાત ભારે વરસાદ Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ