બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / વહીવટી સમસ્યાઓ નિવારવા આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય, પરિપત્ર જાહેર
Last Updated: 03:20 PM, 9 June 2026
Gujarat Health Department : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓ અને સરકારી કચેરીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. વાસ્તવમાં હવે નવા પરિપત્ર અનુસાર આઉટસોર્સિંગ તેમજ 11 માસના કરાર આધારિત કર્મચારીઓને કોઈપણ પ્રકારની નાણાકીય કે હિસાબી જવાબદારી સોંપી શકાશે નહીં.
ADVERTISEMENT
મહત્વનું છે કે, વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકારી નાણાકીય વ્યવસ્થામાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. વિભાગનું માનવું છે કે, કરાર આધારિત અથવા આઉટસોર્સિંગ કર્મચારીઓને આ પ્રકારની સંવેદનશીલ કામગીરી સોંપવાથી ભવિષ્યમાં વહીવટી અને આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
આવો જાણીએ પરિપત્રમાં શું કહેવામાં આવ્યું ?
ADVERTISEMENT
વિગતો મુજબ પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, જિલ્લા કચેરીઓ તેમજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓએ આ સૂચનાનું તાત્કાલિક અસરથી પાલન કરવાનું રહેશે. જ્યાં હાલમાં આઉટસોર્સિંગ અથવા કરાર આધારિત કર્મચારીઓ પાસે નાણાકીય અને હિસાબી કામગીરી સોંપવામાં આવી હોય, ત્યાંથી તે જવાબદારીઓ પરત ખેંચવાની સૂચના આપવામાં આવી છે.

ADVERTISEMENT
હવે આવી તમામ કામગીરી માત્ર નિયમિત ભરતીથી નિયુક્ત થયેલા કર્મચારીઓને જ સોંપવામાં આવશે. સરકારનું માનવું છે કે કાયમી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી નાણાકીય કામગીરી વધુ જવાબદારીપૂર્વક અને નિયમોનુસાર સંચાલિત થઈ શકે છે. જોકે વિભાગે કેટલીક વિશેષ પરિસ્થિતિઓ માટે છૂટછાટ પણ રાખી છે. જો કોઈ કચેરી અથવા સંસ્થામાં નિયમિત કર્મચારી ઉપલબ્ધ ન હોય, તો ખાતાના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ કરાર આધારિત કર્મચારીને મર્યાદિત સમય માટે આવી કામગીરી સોંપી શકાશે.
આ પણ વાંચો : સરખેજમાં સૂતી પત્નીનું પતિએ ગળું કાપીને હત્યા કરી નાખતા અરેરાટી, કારણ અકબંધ
ADVERTISEMENT
પરિપત્રમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો આ નિયમોના ઉલ્લંઘનના કારણે કોઈ નાણાકીય ગેરરીતિ, વિવાદ અથવા વહીવટી સમસ્યા સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત કચેરી અથવા સંસ્થાના વડાની રહેશે. તેથી તમામ અધિકારીઓને નિયમોનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.