બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / બોલિવૂડ / અમદાવાદના સમાચાર / gujarat HC grants relief to shah rukh khan and gauri khan in 101 crore defamation case

બોલિવુડ / 101 કરોડના માનહાનિના કેસમાં શાહરૂખ અને ગૌરી ખાનને રાહત, નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટનો સ્ટે

Published By: Dhruv

Last Updated: 09:19 AM, 29 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

101 કરોડના માનહાનિના કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા શાહરૂખ ખાન અને ગૌરી ખાનને રાહત આપવામાં આવી છે. નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.

  • શાહરૂખ અને ગૌરી ખાન વિરૂદ્ધ 101 કરોડનો માનહાનિ કેસનો મામલો
  • શાહરૂખ ખાન અને ગૌરી ખાનને ગુજરાત હાઇકોર્ટ તરફથી રાહત
  • નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો

બોલિવુડ ફિલ્મ 'રઇસ' (Raees) ને લઇને ડોન લતીફના પુત્ર મુસ્તાકે વર્ષ 2016માં એક્ટર શાહરૂખ ખાન અને ગૌરીખાન સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો કરેલો. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવા માટે મંજૂરી આપેલી. જેની સામે શાહરૂખ ખાન અને ગૌરી ખાનને ગુજરાત હાઈકોર્ટે 20 જુલાઈ સુધી રાહત આપી છે.

નીચલી કોર્ટના હુકમ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. નીચલી કોર્ટે લતીફના પરિવારને પક્ષકાર તરીકે જોડાવા હુકમ કર્યો હતો. અરજદાર મુસ્તાકના મૃત્યુ બાદ પરિવારને પક્ષકાર બનાવાયો હતો. આ મામલે શાહરૂખ ખાનના વકીલે જણાવ્યું હતું કે, 'અરજદારના મૃત્યુ બાદ દાવાની અરજી ટકવાપાત્ર નથી.'

હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે કે, નીચલી અદાલતના હુકમ પર 20 જુલાઈ સુધી રોક લગાવવામાં આવે છે. આ ઉપરાંત હાઈકોર્ટે લતીફના વારસદારોને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી 20 જુલાઈએ હાથ ઘરાશે. શાહરૂખના વકીલની રજૂઆત હતી કે, 'ફરિયાદીના નિધન બાદ દાવાની અરજી ટકવાપાત્ર રહેતી નથી. જેથી આ અરજીમાં ફરિયાદીના વારસદારને પક્ષકાર બનવાની મંજૂરી આપતો નીચલી અદાલતનો હુકમ અયોગ્ય છે.'

અમદાવાદ સિવિલ કોર્ટનો હુકમ લતીફનો પુત્ર મુસ્તાક આ કેસમાં મૂળ અરજદાર છે. જો કે, 6 જુલાઈ 2020ના રોજ તેનું નિધન થયેલુ. ત્યાર બાદ તેની વિધવા અને બે દિકરીઓએ આ અરજીમાં પક્ષકાર બનવા માટે અરજી કરેલી. જેમાં, ચાલુ વર્ષે એપ્રિલ માસમાં સિવિલ કોર્ટે આ અરજીને સ્વીકારેલી. કેસની વિગત એવી છે કે, ડોન લતીફના પુત્ર મુસ્તાકે રઈસ ફિલ્મના અભિનેતા, નિર્માતા સામે વર્ષ 2016માં અમદાવાદ સિવિલ કોર્ટમાં રૂ. 101 કરોડના માનહાનિના દાવાની અરજી કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

101 crore defamation case Shah Rukh Khan gauri khan gujarat high court raees movie ગુજરાત હાઇકોર્ટ શાહરૂખ ખાન Shah Rukh Khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ