બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદ / Gujarat Govt declares holiday on Rakshabandhan day, all government offices will be closed on August 30, circular released

BIG BREAKING / ગુજરાત સરકારે રક્ષાબંધનના દિવસે રજા જાહેર કરી, 30મી ઓગસ્ટે તમામ સરકારી કચેરીઓ રહેશે બંધ, પરિપત્ર જાહેર

Vishal Khamar

Last Updated: 10:06 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈ-બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 30 ઓગસ્ટના રોજ તમામ સરકારી કચેરીમાં રજા જાહેર કરવામાં આવી છે.

 

  • રાજ્ય સરકારે રક્ષાબંધનના દિવસે રજા જાહેર કરી
  • સરકારે 30મી ઓગસ્ટે રજા જાહેર કરી
  • તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધનને દિવસે રહેશે બંધ

ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીક આવી રહ્યો છે. રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈનાં હાથે રક્ષા કરવા કે કરાવવા માટે દોરો બાંધે છે. આ પર્વ શ્રાવણ શુક્લ પૂર્ણિમાનાં ઊજવવામાં આવે છે. 2023 એટલે કે આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવશે. ત્યારે આ વખતે રાજ્ય સરકારે રક્ષાબંધનનાં દિવસે રજા જાહેર કરી છે. જેથી 30 મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા રક્ષાબંધનની રજા જાહેર કરી છે. તા. 30 નાં રોજ તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધનનાં દિવસે બંધ રહેશે.

રક્ષાબંધનનો શુભ મુહૂર્ત
30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી ભદ્રા શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યે પૂર્ણ થશે. જેથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે.
ભદ્રાકાળમાં રાખડી શા માટે બાંધવામાં આવતી નથી
ધર્મ શાસ્ત્રમાં ભદ્રકાળમાં શુભ કામ કરી શકાતું નથી. ભદ્રકાળમાં જે શુભ કામ કરવામાં આવે છે, તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ભદ્રકાળમાં રાખડી બિલ્કુલ પણ બાંધવામાં આવતી નથી. રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જેથી રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. આ કારણોસર માનવામાં આવે છે કે, ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે. 

રક્ષાબંધનનાં દિવસે આ બાબતોનું ખાસ રાખવું ધ્યાન

  • રક્ષાબંધનનાં દિવસે રાખડી બાંધતા સમયે મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું
  • રાખડી બાંધતા સમયે ભાઈ કે બહેનનું મોઢું દક્ષિણ દિશાની તરફ ન હોવું જોઈએ. દક્ષિણ દિશાને યમ એટલે કે મૃત્યુની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કામ કરવાથી ઉંમર ઓછી થતી જાય છે.
  • રાખડીનાં દિવસે ભાઈને તિલક લગાવવા માટે ચંદનનો ઉપયોગ કરવો. સિંદૂરનો ઉપયોગ ન કરવો કારણકે તેને સુહાગની નિશાની માનવામાં આવે છે.
  • રાખડીથી પહેલાં ભાઈઓનું પૂજન કરતાં સમયે ધ્યાન રાખવું કે અક્ષત એટલે કે ચોખાનાં ટૂકડા તૂટેલા ન હોય.
  • ભાઈની આરતી કરતાં સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આરતીની થાળીમાં રાખવામાં આવેલ દીવો તૂટેલો ન હોય.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ