બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 11:57 PM, 13 June 2019
ગુજરાત સરકાર દ્વારા અકસ્માતને લઇને ગત વર્ષે મહત્વની યોજના લાગુ કરવામાં આવી હતી. રાજ્યમાં દર વર્ષે અંદાજિત 30,000 જેટલા માર્ગ અકસ્માત થાય છે. જેમાં 6500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ જો આમાંના ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર તાત્કાલિક સારવાર આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. બની શકે એટલો અકસ્માતમાં મૃત્યુ દર ઘટાડવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા 'વાહન અકસ્માત સારવાર યોજના' લાગુ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ 48 કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.
ADVERTISEMENT
વાહન અકસ્માત સારવાર યોજનાના શું છે નિયમો?
- ગુજરાત રાજ્યની હદમાં, કોઇપણ વિસ્તારમાં, કોઇપણ વાહનમાં બેઠેલા વ્યક્તિને અકસ્માત નડે અને તેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને યોજના હેઠળ સહાય મળી શકે છે.
- ઇજાગ્રસ્ત વ્યક્તિ ગુજરાતી હોય કે બિનગુજરાતી તેમને પણ યોજના હેઠળ સારવાર મળશે.
- આ યોજનાનો લાભ લેવા માટે યોજના પ્રમાણેનો પત્ર મેળવવાનો રહેશે. જેને ક્લેઇમ ફોર્મ સાથે રજૂ કરવાનો રહેશે.
આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર?
- કોઇપણ વ્યક્તિને વાહન અકસ્માત ઇજા થાય તેના પ્રથમ 48 કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.
- કોઇપણ ગરીબ, અજાણ્યો વ્યક્તિ કે કોઇપણ વ્યક્તિને સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ યોજનાની મહત્વની વાત
- કોઇપણ હોસ્પિટલે દર્દી પાસેથી પૈસા નહીં લેવાના રહે.
- આ સારવારનો ખર્ચ રાજ્ય સરકાર સીધો હોસ્પિટલને ચૂકવશે.
આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવો, કેવી રીતે યોજનાનો લઇ શકો છો લાભ? જુઓ આ વીડિયો...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.